કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. કપિલ શર્માએ કેનેડામાં એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. કેનેડિયન પોલીસે હુમલાખોરોની શોધ શરૂ કરી છે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી હરજીત સિંહ લાડીએ હુમલાની જવાબદારી લીધી છે. હરજીત સિંહ લાડી NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આરોપી હરજીતનો દાવો છે કે તે કપિલ શર્માની કેટલીક કોમેન્ટથી ગુસ્સે હતો, જેના પછી તેને આ પગલું ભર્યું.

કોમેડી કિંગ કપિલ શર્મા 18 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તેને 2005 માં કોમેડી શો 'હંસતે હંસાતે રહો' થી પોતાના કરિયરની શરૂઆત કરી. વર્ષ 2013માં તેને પોતાનો શો 'ધ કપિલ શર્મા શો' શરૂ કર્યો, જે દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર છે.

કોમેડિયનએ ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને ટૂંક સમયમાં આ કોમેડીથી ભરપૂર ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે. તેની નેટ વર્થ કેટલી છે તે જાણો.

સલમાન પછી સૌથી વધુ ફી લે છે કપિલ

મીડિયા રિપોર્ટ મુજબ ધ કપિલ શર્મા શોના બે સીઝન નેટફ્લિક્સ પર આવ્યા બાદ કપિલ શર્માની કુલ સંપત્તિ વધીને 300 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કપિલ શર્મા નેટફ્લિક્સ પર એક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. શોની પહેલી સીઝનમાં કપિલ શર્માએ 65-70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કપિલ શર્મા સલમાન ખાન પછી સૌથી વધુ ફી લે છે. બિગ બોસ 18 ના એક એપિસોડ માટે સલમાન ખાન 7.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

5.5 કરોડ રૂપિયાની વેનિટીમાં તૈયાર થાય છે કપિલ શર્મા

મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં કપિલ શર્મા પાસે એક આલીશાન ફ્લેટ છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. આ સિવાય તેનું પંજાબમાં એક ફાર્મહાઉસ છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે. કપિલની લક્ઝરી વેનિટી વેન ઈન્ડસ્ટ્રીમાં સૌથી ફેમસ છે, કારણ કે તેની કિંમત 5.5 કરોડ રૂપિયા છે. કપિલ શર્માના કાર ક્લેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ S350, રેન્જ રોવર ઈવોક અને વોલ્વો XC90 SUV શામેલ છે. તે હંમેશા લુઈસ વીટન અને પ્રાડા જેવી હાઈ-એન્ડ બ્રાન્ડ્સ પર પૈસા ખર્ચ કરે છે.


  • Follow us on: