IPL 2025 દરમિયાન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટિકિટને લઈને વિવાદ થયો હતો. તે સમયે જ્યારે આ મામલો ગરમાયો, ત્યારે બધાએ તેને સોલ્વ કરી નાખ્યો.


CID આ મામલાની તપાસ કરી રહી હતી. હવે આ કેસમાં મળેલા પુરાવાઓને કારણે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ એ જગન મોહન રાવની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમની સામે અન્ય એક કેસ શરૂ કરવામાં આવ્યો છે.

IPL કૌભાંડમાં થયો મોટો ખુલાસો

સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ IPL દરમિયાન રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેની હોમ મેચ રમે છે. IPL 2025 દરમિયાન આ ફ્રેન્ચાઈઝીએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે એસોસિએશનના લોકો મેચ પાસ અંગે ફ્રેન્ચાઈઝીને હેરાન કરે છે.


ત્યારબાદ તેલંગાણા સરકારે આ મામલે તપાસ શરૂ કરી હતી. હવે આ તપાસમાં ધરપકડ શરૂ થઈ છે. જેમાં એસોસિએશનના પ્રમુખ એ જગન મોહન રાવ, એચસીએ ખજાનચી જેએસ શ્રીનિવાસ રાવ, એચસીએના CEO સુનીલ કાંતે, શ્રી ચક્ર ક્રિકેટ ક્લબના મહાસચિવ રાજેન્દ્ર યાદવ, શ્રી ચક્ર ક્રિકેટ ક્લબના પ્રમુખ જી. કવિતાના નામ શામેલ છે.

અન્ય એક કેસમાં તપાસ થઈ શરૂ

આ દરમિયાન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ એ. જગન મોહન રાવ સામે અન્ય એક કેસ સામે આવ્યો. મીડિયા રિપોર્ટ મુજબ જગન મોહન રાવે સી. રાજેન્દ્ર યાદવ અને તેમની પત્ની જી. કવિતા સાથે મળીને ગોવિલપુરા ક્રિકેટ ક્લબના પ્રમુખ સી. કૃષ્ણા યાદવની નકલી સહી બનાવી અને શ્રી ચક્ર ક્રિકેટ ક્લબ માટે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા.

આ બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ શ્રી ચક્રને ગોવિલપુરા ક્લબ તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો, જેના કારણે જગન મોહન રાવ એચસીએ પ્રમુખ તરીકે ચૂંટાયા. પરંતુ આ સંદર્ભમાં CID તપાસ હજુ પણ ચાલી રહી છે.

  • Follow us on: