લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ ગઈ છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલવેનમાં ફક્ત એક જ ફેરફાર કરવામાં આવ્યો હતો. ખરાબ પ્રદર્શન બાદ પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર કરવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે.


આ દરમિયાન બીજો એક ખેલાડી પોતાને ટીમમાં તક મળે તેની રાહ જોઈ રહ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન શુભમન ગિલ પોતાની ઈચ્છા પર અડગ જોવા મળી છે. તેને ખરાબ રમનાર ખેલાડીને ફરીથી તક આપી છે. તેથી એના પર સવાલો ઉભા થશે.

અત્યાર સુધી અભિમન્યુ ઈશ્વરનને નથી મળી તક

જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે અને પ્રસિદ્ધ કૃષ્ણાનો બહારનો રસ્તો બતાવ્યો, પરંતુ આ એક એવો નિર્ણય છે જેના વિશે બધા પહેલાથી જ જાણતા હતા. પરંતુ અભિમન્યુ ઈશ્વરનને હજુ સુધી તક આપવામાં આવી નથી.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવનાર અભિમન્યુ હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કરી શક્યો નથી, જ્યારે સતત ચાર ઈનિંગ્સમાં ફ્લોપ રહેવા છતાં કરુણ નાયર ટીમના પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. જે ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યો નથી તેને વારંવાર તક આપવામાં આવી રહી છે.

ફ્લોપ રહેવા છતાં કરુણ નાયરને મળી તક

કરુણ નાયર લગભગ આઠ વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. પરંતુ કોઈએ આ રીતે પરત ફરશે, તેની અપેક્ કોઈએ પણ રાખી ન હતી. અત્યાર સુધી સદી અને અડધી સદીની તો છોડો તે 35 રન પણ બનાવી શક્યો નથી. વર્ષ 2017માં તેને ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી હતી. ત્યારથી તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. પરંતુ કેપ્ટન શુભમન ગિલને કરુણ નાયરને એક પછી એક તકો આપી રહ્યો છે.

અભિમન્યુ ઈશ્વરનને જોવી પડશે વધુ રાહ!

કરુણ નાયર ફ્લોપ હોવા છતાં પણ પ્લેઈમગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે, જ્યારે અભિમન્યુ ઈશ્વરન હજુ પણ તેના ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે પણ તેની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેને એક પણ વખત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

અભિમન્યુ ઈશ્વરને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 103 મેચોમાં 7841 રન બનાવ્યા છે. તેની એવરેજ પણ 48.70 છે. તેને અત્યાર સુધી 27 સદી અને 31 અડધી સદી ફટકારી છે. પરંતુ તે હજુ સુધી ભારત માટે ડેબ્યૂ કરી શક્યો નથી.


  • Follow us on: