પાંચમી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટથી હરાવ્યું. આ હાર છતાં ભારતે અંડર-19 સ્તરે રમાયેલી પાંચ મેચની સિરીઝ 3-2થી જીતી લીધી. પાંચમી ODIમાં ભારતે પહેલા બેટિંગ કરતા 210 રન બનાવ્યા.
તેના જવાબમાં ઈંગ્લેન્ડની અંડર-19 ટીમે 32મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આ સિરીઝમાં વૈભવ સૂર્યવંશી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
આરએસ અંબરિસે ફટકારી અડધી સદી
Also Read
Test ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન, સ્ટાર ખેલાડીએ મચાવી ધૂમ
6,6,6,6,6,6,6,6,6,4,4,4,4,4,4... 277નો સ્ટ્રાઈક રેટ, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Ravindra Jadejaએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો
પાંચમી ODI મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી. વૈભવ સૂર્યવંશીએ 33 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન આયુષ મ્હાત્રેનું બેટ ફરી એકવાર શાંત રહ્યું. આરએસ અંબરિસે 66 રનની અણનમ ઈનિંગ રમીને ભારતીય ટીમનું સન્માન બચાવ્યું. તેની અડધી સદીની ઈનિંગને કારણે ટીમ ઇન્ડિયા 210 રન સુધી પહોંચી શકી.
જ્યારે ઈંગ્લેન્ડ ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યું, ત્યારે ટીમે ફક્ત 6 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. બેન ડોકિન્સ અને બેન મેયસ વચ્ચે 107 રનની પાર્ટનરશિપ થઈ, જેના કારણે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર ગઈ. ડોકિન્સ 66 રન બનાવીને અણનમ પરત ફર્યો અને મેયસ 82 રન બનાવીને અણનમ પરત ફર્યો. ઈંગ્લેન્ડે આ મેચ 113 બોલ બાકી રહેતા 7 વિકેટે જીતી લીધી.
ટીમ ઈન્ડિયાએ જીતી આ સિરીઝ
ભારતે પાંચમી વનડે હારી જવા છતાં સિરીઝ 3-2થી જીતી લીધી છે. ભારતે પહેલી વનડે જીતી હતી અને ઈંગ્લેન્ડે બીજી મેચ જીતી હતી, જેના કારણે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ હતી. પરંતુ ભારતે આગામી બે મેચ મોટા માર્જિનથી જીતીને સિરીઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી હતી. હવે પાંચમી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-2થી જીતી લીધી છે.
આ સિરીઝમાં ભારતનો વૈભવ સૂર્યવંશી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેને 5 મેચમાં 71ની શાનદાર એવરેજથી કુલ 355 રન બનાવ્યા. ભારત તરફથી કનિષ્ક ચૌહાણે સૌથી વધુ વિકેટ લીધી, જેને સિરીઝમાં 8 વિકેટ લીધી.