અમિતાભ બચ્ચન ઘણીવાર સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ કરતા જોવા મળે છે. બિગ બીની આ આદતથી હવે બધા ફેન્સ વાકેફ છે. પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ જોવા મળે છે.
ગમે તેટલા રૂમર્સ ફેલાઈ રહ્યા હોય, પરંતુ બચ્ચન ફેમિલી તરફથી કોઈ સ્પષ્ટતા આપતી પોસ્ટ સામે આવતી નથી. આવામાં હવે અભિષેક બચ્ચનની એક એવી પોસ્ટ સામે આવી છે, જેનાથી ફેન્સ હેરાન થઈ ગયા છે. અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ વિચિત્ર વાતો કરતો જોવા મળે છે.
અભિષેક બચ્ચને લખી ક્રિપ્ટિક પોસ્ટ
અભિષેક બચ્ચને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી છે. પોસ્ટમાં અભિષેક બચ્ચનની વાત સામાન્ય નથી લાગતી. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર તેના પ્રોજેક્ટ્સનો પ્રમોટ કરતો જોવા મળે છે અને તેની પર્સનલ લાઈફને સોશિયલ મીડિયાથી દૂર રાખે છે. તાજેતરમાં તેને એક ક્રિપ્ટિક પોસ્ટ લખી છે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને શું લખ્યું છે?
અભિષેક બચ્ચનની પોસ્ટ થઈ વાયરલ
અભિષેક બચ્ચને એક નોટ શેર કરી છે. તેમાં લખ્યું છે, 'હું એકવાર ગુમ થવા માંગુ છું, હું ફરીથી ભીડમાં પોતાને શોધવા માંગુ છું. જે કંઈ મારી પાસે હતું, મેં તે બધું આપી દીધું પોતાના માટે. હવે હું ફક્ત થોડો સમય મારા માટે માંગુ છું.' તેને શેર કરતી વખતે અભિષેક બચ્ચને તેના કેપ્શનમાં લખ્યું છે 'ક્યારેક પોતાને મળવા માટે, તમારે બધાથી 'મિસિંગ' થવું પડે છે.' હવે અભિષેક બચ્ચનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉભા કરી રહી છે. અભિષેક બચ્ચન અચાનક ગુમ થવાની વાત કેમ કરી રહ્યો છે? ફેન્સના મનમાં આ એકમાત્ર સવાલ ઉભો થઈ રહ્યો છે.
અભિષેક બચ્ચનની પોસ્ટ જોઈને ફેન્સને થયા સવાલો
અભિષેક બચ્ચનની પોસ્ટ જોઈને એવું લાગે છે કે તે કોઈ વાતને લઈને ખૂબ જ હેરાન છે અને આ સમયે બધાથી દૂર રહેવા માંગે છે. તે પરિવારથી પણ દૂર રહીને પોતાના માટે સમય કાઢવા માંગે છે. આ સિવાય એવું પણ શક્ય છે કે અભિષેક બચ્ચન આ પોસ્ટ દ્વારા તેની કોઈ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હોય. તે ફેન્સને 'ગુમ' કહીને સંકેત આપવા માંગતો હશે. અભિષેક બચ્ચનની આ પોસ્ટ જોઈને ફેન્સના મનમાં અનેક સવાલો ઉભાં થઈ રહ્યા છે.