અભિનેત્રી અનન્યા રાજના નિધનના સમાચાર સામે આવ્યા છે. આ માહિતી અનન્યા રાજના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પરિવાર તરફથી આપવામાં આવી છે. પરિવારે એક પોસ્ટમાં જણાવ્યું કે અનન્યાનું નિધન 1 મહિના પહેલાં 15 જુલાઈએ થયું હતું. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી અનન્યા શારીરિક અને માનસિક તકલીફો સામે ઝઝૂમી રહી હતી.
ઊંઘમાં અનન્યા રાજે લીધા અંતિમ શ્વાસ
અનન્યા રાજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પરિવાર તરફથી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું, આ અનન્યાનો પરિવાર છે. ખૂબ જ દુઃખ સાથે અમારે જણાવવું પડી રહ્યું છે કે 15 જુલાઈની વહેલી સવારે અનન્યાનું નિધન થયું હતું. ઊંઘમાં જ તેમણે શાંતિથી અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી તેઓ શારીરિક અને માનસિક તકલીફો સામે ઝઝૂમી રહ્યા હતા. તેમાંથી બહાર આવવા માટે તેમણે યોદ્ધાની જેમ સંઘર્ષ કર્યો.
તારી ખોટ હંમેશા વર્તાશે: અનન્યાનો પરિવાર
આ પોસ્ટમાં આગળ લખ્યું હતું, તે ખૂબ જ મજબૂત ઈરાદા ધરાવતી યુવતી હતી અને રાણીની જેમ જીવન જીવતી હતી. દીકરી, તારી ખોટ અમને ખૂબ વર્તાશે. અમે આપ સૌને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે અમારી અંગતતા અને શાંતિ જાળવી રાખવા માગીએ છીએ.
https://www.instagram.com/p/DcEh838DkgW/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
કોણ હતી અનન્યા રાજ?
અનન્યા રાજે 27 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનન્યા રાજે બોલીવુડની 7 Hours to Go, The Final Exit અને Ghost જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અનન્યા રાજ હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોમાં કામ કરતી હતી. તેમણે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.
2016માં આવી હતી અનન્યાની પહેલી બોલીવુડ ફિલ્મ
અનન્યાની પહેલી બોલીવુડ ફિલ્મ 7 Hours to Go વર્ષ 2016માં આવી હતી. તેના પછીના જ વર્ષે 2017માં અનન્યા રાજની ફિલ્મ The Final Exit રિલીઝ થઈ હતી. ત્યારબાદ 2019માં Ghost ફિલ્મમાં અનન્યા રાજ જોવા મળી હતી. અનન્યા રાજ બોલીવુડથી લઈને પ્રાદેશિક ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવવામાં આગળ વધી રહી હતી, પરંતુ હવે અચાનક તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં જાણીતા અભિનેતા પ્રદીપ રાવતના નિધનના સમાચાર પણ સામે આવ્યા હતા. પ્રદીપ રાવતે 'ગજની' ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો-Movie Clash : ઈમરાન હાશ્મી બન્યા બોક્સ ઓફિસના કિંગ! સૂર્યાએ સની દેઓલની ફિલ્મને પછાડી!