બોલીવુડ અભિનેત્રી ઇશા દેઓલે પિતા ધર્મેન્દ્રની યાદ કરી ભાવુક પોસ્ટ શેર કરી. ઇશાની પોસ્ટ પર ભાઈ બોબી દેઓલે પણ સુંદર પ્રતિક્રિયા આપી. જે બતાવે છે કે દેઓલ ફેમિલી અને હેમા માલિનીના પરિવાર વચ્ચે કોઈ અણબનાવ નથી. ઇશાની પોસ્ટ તેના ઇન્ટિરિયર ડિઝાઇન વ્યવસાયના નવી શરૂઆત પર છે. ઇશાની આ નવી સફર પર ભાઈ બોબી સહિત અનેક લોકો તેને શુભકામના આપી રહ્યા છે. દરમિયાન ઇશાની ભાવુક પોસ્ટ દિગ્ગજ નેતા ધર્મેન્દ્રની યાદ અપાવે છે.

"ઈશા ધર્મેન્દ્ર દેઓલ ડિઝાઇન્સ, નવા સફરની શરૂઆત

એશા દેઓલે મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે ભાગીદારીમાં અલીબાગમાં તેના લક્ઝરી વિલા પ્રોજેક્ટની ડિઝાઇન લોન્ચ કરી.  ડિઝાઇન વ્યવસાયનું નામ "ઈશા ધર્મેન્દ્ર દેઓલ ડિઝાઇન્સ" રાખ્યું. આ પ્રસંગે એશા ભાવુક થઈ ગઈ. તેણે યાદ કર્યું કે કેવી રીતે તેના પિતા ધર્મેન્દ્ર અને તે કલાકો સુધી વિવિધ જગ્યાઓના લેઆઉટ અને ડિઝાઇનની ચર્ચા કરતા હતા. ગૂંગળામણભર્યા અવાજમાં, એશાએ કહ્યું, "પપ્પા હંમેશા કહેતા હતા, 'બેટા, આમ કરતા રહો. આમ કરતા રહો.' આ શબ્દો મારી સાથે રહે છે અને આજે પણ મને માર્ગદર્શન આપે છે. તેમના વિશ્વાસે જ મને આ સ્વપ્નને પૂરા હૃદયથી આગળ વધારવાની હિંમત આપી. આ વ્યવસાયનું નામ બદલીને 'ઈશા ધર્મેન્દ્ર દેઓલ ડિઝાઇન્સ' રાખવામાં આવ્યું.

હું પિતાના સ્વપ્નને નામ આપી રહી છું..ઇશા

ઈશા ધર્મેન્દ્ર દેઓલ ડિઝાઇન્સના લોગોમાં એક ફાનસ છે. આ લોગોને લઈને એક રસપ્રદ વાત જોડાયેલી છે. ઇશાએ કહ્યું કે "મારા પિતાએ મારા લોગો પર ફાનસ હાથથી બનાવ્યું હતું. તે તેમના તરફથી મને ભેટ હતી. તે ફક્ત એક પ્રતીક નથી, તે તેમનો પ્રકાશ છે જેને હું આગળ ધપાવી રહી છું." એશાએ ઇન્સ્ટાગ્રામ પર આ નવી શરૂઆત શેર કરતા લખ્યું, "આજે હું આ સ્વપ્નને એક નામ આપી રહી છું... એશા ધર્મેન્દ્ર દેઓલ ડિઝાઇન્સ. તે હંમેશા તમારા માટે રહેશે, પપ્પા."

ભાઈ બોબીની સુંદર પ્રતિક્રિયા

એશાના નવા પ્રયાસની તેના ભાઈ અને અભિનેતા બોબી દેઓલે પણ પ્રશંસા કરી હતી. એશાનો વીડિયો ફરીથી પોસ્ટ કરતા બોબીએ લખ્યું, "આ નવી સફર માટે તને ખૂબ ખૂબ પ્રેમ અને શુભકામનાઓ. મને ખાતરી છે કે તું ખૂબ જ સારું કરીશ." જણાવી દઈએ કે બોબી દેઓલની થલાપતિ વિજય સાથેની ફિલ્મ જન નાયગન હવે ટૂંક સમયમાં રિલીઝ થશે. બોબી દેઓલે 90ના દાયકામાં સુપરહિટ ફિલ્મો આપ્યા છતાં સુપરસ્ટારથી વંચિત રહ્યો. જો કે હાલમાં બોબી દેઓલના ફિલ્મો અને વેબ સિરિઝમાં શાનદાર અભિનયથી દર્શકો તેના ફેન બની ગયા છે. બોબી દેઓલ અત્યારે સુપરસ્ટાર તરીકે સફળતાનો આનંદ માણી રહ્યો છે. ધર્મેન્દ્રના નિધન બાદ સની અને બોબી દેઓલના ઇશા-આહના સાથે સારા સંબંધ રહ્યા છે.


આ પણ વાંચો : Vijay મુખ્યમંત્રી બનવા છતા પત્ની, પુત્ર-પુત્રીનું અકળ મૌન, જેસન પર કોઇ દબાણ નથી થલાપતિનો ખુલાસો