દક્ષિણના સુપરસ્ટાર વિજય હવે તમિલનાડુના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ બની ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં વિજયની TVKએ જોરદાર પ્રદર્શન કર્યું. TVKને બહુમતી મળતા વિજય થલાપતિએ તમિલનાડુના રાજકારણમાં એક નવો અધ્યાય લખ્યો. 10 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજય થલાપતિએ શપથ લીધા. જો કે આ સમારોહમાં વિજયની પત્ની સંગીતા, પુત્ર જેસન અને પુત્રી આ ખાસ દિવસે ગેરહાજર રહેતા અનેક અટકળો વહેતી થઈ છે. વિજય મુખ્યમંત્રી બન્યા બાદ પણ આ ત્રણેયમાંથી કોઈ પોસ્ટ કે નિવેદન આપ્યું નથી. મુખ્યમંત્રી વિજયની પત્ની, પુત્ર-પુત્રીનું અકળ મૌનને લઈને હવે એક નવી ચર્ચા શરૂ થવા લાગી છે. આ દરમિયાન પોતાના પુત્ર જેસન સાથે વિજયના સંબંધને લઈને એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે તેમના સંતાન પર કારર્કિદી માટે તેઓ કોઈ દબાણ કરશે નહી.
રાજનીતિમાં વિજય થલાપતિ હિટ, પિતા તરીકે...
તમિલાનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયે શપથ લીધા બાદ પણ તેમના બાળકોએ સોશિયલ મીડિયા પર તેમના પિતા વિશે કંઈ પોસ્ટ કર્યું નથી. દરમિયાન, એવી અફવાઓ છે કે તેમના પુત્ર, જેસને, ઇન્સ્ટાગ્રામ પર તેના પિતાને અનફોલો કરી દીધા છે. આ અટકળો પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડવાની અટકળોને વેગ આપી રહી છે. આ દરમિયાન, વિજયનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે તેના પુત્ર સાથેના તેના બંધનનો ઉલ્લેખ કર્યો છે અને તેની કારકિર્દીની પસંદગીઓ વિશે ચર્ચા કરી છે. ફિલ્મ બાદ રાજનીતિમાં વિજય થલાપતિ હિટ છે, જયારે શપથ સમારોહમાં તેમના સંતાનની ગેરહાજરી તેમના પિતા તરીકેના સંબંધ પર સવાલ ઉઠવા લાગ્યા છે.
