ગ્લેમર જગતમાં સંબંધો બનતા અને બગડતા વાર નથી લાગતી, પરંતુ જ્યારે કોઈ લોકપ્રિય જોડીના અલગ થવાના સમાચાર આવે છે ત્યારે ચાહકો ચોક્કસપણે ચિંતિત થઈ જાય છે. હાલમાં જ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયારના સંબંધોને લઈને આંચકાજનક અહેવાલો સામે આવ્યા છે. ફેમસ અભિનેત્રી મૌની રોયે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી સૂરજ સાથેના બધા ફોટા પણ દૂર કરી દીધા છે. મૌની અને સૂરજના ડીજીટલ ડિસટન્સે જગાવી ચર્ચા. અનેક યુઝર્સના ધ્યાનમાં આ બાબત સામે આવતા તેમના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની અટકળો તેજ થઈ છે. 

મૌની રોય અને સૂરજના સંબંધમાં તિરાડની અટકળો

તાજેતરના અહેવાલો અનુસાર, આ પાવર કપલ વચ્ચે અણબનાવ હોવાની અટકળોએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતા મૌની અને સૂરજ અચાનક એકબીજાથી ડિજિટલ અંતર જાળવતા જોવા મળ્યા છે. ઉત્સુક ચાહકોએ નોંધ્યું છે કે આ જોડીએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો (Unfollow) કરી દીધા છે. જે દંપતી અવારનવાર વેકેશન અને રોમેન્ટિક તસવીરો શેર કરતું હતું, તેમની વચ્ચે અચાનક આવી તિરાડ કેમ પડી તે મોટો પ્રશ્ન છે.

સંબંધમાં અણબનાવ પર બંનેની ચૂપકીદી

આજે અભિનેત્રી મૌની રોય અને સૂરજ નામ્બિયારના ડિજિટલ ડિસ્ટન્સ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્ડસ્ટ્રીનું કયુટ કહેવાતું આ કપલના સંબંધમાં તિરાડ આવી હોવાની ચર્ચા તેજ થવા છતાં અત્યાર સુધી મૌની રોય કે સૂરજ નામ્બિયાર તરફથી આ અફવાઓ પર કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી. બંનેના મૌનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ વધુ તીવ્ર બની છે. જોકે, હજુ સુધી આ બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી, તેથી ચાહકો આશા રાખી રહ્યા છે કે આ માત્ર કોઈ ટેકનિકલ ખામી અથવા નાનો વિવાદ હોઈ શકે છે. તેમના ફેન્સને આશા છે કે આ બાબત ફક્ત અફવા બની રહે અને તેમનું લગ્નજીવન સુખમય બને.

પરીકથા જેવા હતા લગ્ન

ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન 27 જાન્યુઆરી, 2022ના રોજ ગોવામાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ લગ્ન એટલા માટે ખાસ હતા કારણ કે તેમાં મલયાલી અને બંગાળી એમ બંને પરંપરાઓનો સંગમ જોવા મળ્યો હતો. માર્ચ 2025 સુધી આ કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ રહ્યું નહોતું. આવી સ્થિતિમાં, અચાનક આવેલી આ ખટરાસની ખબરોએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે શું આ જોડી ટૂંક સમયમાં સાથે દેખાઈને આ અટકળો પર પૂર્ણવિરામ મૂકશે કે પછી ગ્લેમર જગતની આ 'ફેરીટેલ વેડિંગ'નો અંત આવશે.


આ પણ વાંચો : Trisha Krishnanની એ ફિલ્મ, જે હિન્દીમાં આવતા જ થઈ મહાફ્લોપ, બન્યા હતા 9 રિમેક