સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ તૃષા કૃષ્ણન આ દિવસોમાં સતત લાઈમલાઈટમાં છવાયેલી છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચારોના બજાર સુધી તૃષા કૃષ્ણનને લઈને વાતો થઈ રહી છે. તૃષાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન તૃષાની એ ફિલ્મ પણ ચર્ચામાં આવી ગઈ છે, જેના અલગ-અલગ ભાષાઓમાં 9 રીમેક બન્યા અને સુપરહિટ રહ્યા, પરંતુ જેવી આ ફિલ્મ હિન્દીમાં આવી કે તરત જ ફ્લોપ થઈ ગઈ.

2005માં રિલીઝ થઈ હતી ફિલ્મ

આપણે તૃષા કૃષ્ણનની જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહીં પણ વર્ષ 2005માં રિલીઝ થયેલી તેલુગુ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ નુવ્વોસ્તાનટે નેનોદ્દન્તાના છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મમાં તૃષા કૃષ્ણન અને સિદ્ધાર્થ જોવા મળ્યા હતા અને બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

બન્યા હતા 9 રીમેક

આ ફિલ્મના ડાયરેક્ટર પ્રભુ દેવા હતા. આ ફિલ્મના અલગ-અલગ ભાષાઓમાં કુલ 9 રીમેક બનાવવામાં આવ્યા હતા. ફિલ્મને કન્નડ, તમિલ, બંગાળી, પંજાબી, ઉડિયા, નેપાળી અને બાંગ્લાદેશી ભાષાઓમાં ફરીથી બનાવવામાં આવી હતી. ફિલ્મના હિન્દી રીમેકની વાત કરીએ તો આ ફિલ્મનું હિન્દી રીમેક રમૈયા વસતાવૈયા નામથી બનાવવામાં આવ્યું હતું.

બોક્સ ઓફિસ પર હાલત ખરાબ થઈ

આ હિન્દી વર્ઝનમાં ગિરીશ કુમાર અને શ્રુતિ હાસન જોવા મળ્યા હતા, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. જોકે બાકીની ભાષાઓમાં ફિલ્મો હિટ રહી હતી, પરંતુ હિન્દી વર્ઝન બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું નહોતું. તૃષાએ વર્ષ 1999 થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો-Trisha Krishnan એ કેમ ન કર્યા લગ્ન? સગાઈ તૂટી, રાણા દગ્ગુબાતી સાથે લિંકઅપ! હવે થલાપતિ વિજય સાથે જોડાયું નામ!