તૃષા કૃષ્ણન આ દિવસોમાં ફિલ્મો કરતાં વધુ પોતાની પર્સનલ લાઈફને કારણે સુરખીઓમાં રહે છે. તે થલાપતિ વિજય સાથે અફેર અને લગ્નના સમાચારને લઈને હેડલાઈન્સમાં રહે છે. તમિલનાડુ CM શપથ ગ્રહણ સમારોહમાં એક્ટ્રેસ વિજય અને તેની ફેમિલી સાથે જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ઘણી ઈમોશનલ પણ દેખાઈ હતી. વિજયની સફળતા પર તેની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. તે 43 વર્ષની છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
તૃષા કૃષ્ણનની તૂટી ચૂકી છે સગાઈ
તૃષા કૃષ્ણન, થલાપતિ વિજય સાથે લિંકઅપ પહેલા પણ ઘણી વખત પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહી છે. વર્ષ 2015 માં એક્ટ્રેસે કરિયરના ટોપ પર ચેન્નાઈના બિઝનેસમેન વરુણ મનિયન સાથે સગાઈ કરી હતી. તે સમયે ફેન્સ ખૂબ ખુશ હતા પરંતુ સગાઈના 5 મહિના પછી જ તેમના લગ્ન તૂટવાના સમાચાર આવ્યા હતા. લગભગ બે વર્ષ પછી તેણે 2017 માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને લગ્નમાં ઘણો વિશ્વાસ છે પરંતુ તે સમાજના દબાણ કે ઉંમરના કારણે લગ્ન કરવા નથી માંગતી. તેનું માનવું હતું કે લગ્ન ત્યારે જ થવા જોઈએ જ્યારે પ્રેમ અને ઈમોશનલ સુસંગતતા (કમ્પેટિબિલિટી) હોય.
રાણા દગ્ગુબાતી સાથે જોડાઈ ચૂક્યું છે નામ
એટલું જ નહીં, તૃષા કૃષ્ણનનું નામ રાણા દગ્ગુબાતી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તેમની સોશિયલ મીડિયા પર એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ હતી. સગાઈ તૂટ્યા પછી તૃષા અને રાણાના રિલેશનશિપની ઘણી ચર્ચા રહી હતી. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધની પુષ્ટિ કરી નહોતી. આ ચર્ચાઓ વચ્ચે તેમની એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં એક્ટર તૃષાને કિસ કરતો જોવા મળ્યો હતો. જોકે, રાણાએ વર્ષ 2018 માં કરણ જોહરના શો 'કોફી વિથ કરણ' માં જણાવ્યું હતું કે તેણે થોડા સમય માટે એક્ટ્રેસને ડેટ કરી હતી, પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હતા.
હવે વિજય સાથે અફેરની ચર્ચા
આ સાથે જ હવે તૃષા વિજય સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. 2023 માં બંનેની જોડી લગભગ 15 વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળી હતી. બંને ફિલ્મ લિયો માટે સાથે આવ્યા હતા. ત્યારબાદ તૃષાએ SIIMA એવોર્ડ્સમાં વિજયના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેને તેની નવી સફર (રાજનીતિ) માટે ગુડ લક. તે જે સપના જોતા હોય તે પૂરા થાય. ત્યારબાદ બંને પબ્લિક ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા અને એક્ટ્રેસના અફેરની ચર્ચાઓ તેજ થઈ, સાથે જ વિજયની વાઈફે પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો લગાવ્યા હતા.
https://www.instagram.com/p/DYHjXw0kcBJ/?utm_source=ig_web_copy_link
લગ્નને લઈને શું બોલી હતી તૃષા કૃષ્ણન?
તૃષા કૃષ્ણએ ઈન્ડિયા ગ્લિટ્ઝ સાથે વાત કરતા લગ્ન પર પોતાના વિચારો શેર કર્યા હતા અને કહ્યું હતું કે, મને નથી ખબર હું લગ્ન ક્યારે કરીશ? કારણ કે આ સંપૂર્ણપણે નિર્ભર કરે છે કે હું કોની સાથે છું અને કોણ મારી સાથે છે. મને એ ફીલ આવવું જોઈએ કે હું તેની સાથે આખી જિંદગી રહી શકું છું કે રહેવા માંગુ છું. હું છૂટાછેડામાં માનતી નથી. હું લગ્ન પછી છૂટાછેડા નથી ઈચ્છતી. મારી આસપાસ એવા ઘણા કપલ્સ છે જેમના લગ્ન તૂટ્યા છે. ઘણા મિત્રો છે જે લગ્ન જીવનમાં ખુશ છે. હું ઈચ્છું છું કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને સાચો વ્યક્તિ (રાઈટ પર્સન) મળી જશે અને હું મારા સંબંધમાં ખુશ રહેવા માંગુ છું. જો એવું નથી થતું તો હું આમ પણ ઠીક છું. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, તૃષા કૃષ્ણન એક્ટર સૂર્યા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેમની ફિલ્મ કરુપ્પુ 14 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો- Trisha Krishnan : વાળમાં ગજરો, કપાળ પર બિંદી, થલાપતિ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં તૃષા કૃષ્ણનનો દેખાયો રોયલ અંદાજ