એશ્વર્યા રાય દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે અને તેનુ મિસ વર્લ્ડનો ખિતાબ જીતવો જ આ વાતનો પુરાવો છે. જો કે તે 1994માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ સુષ્મિતા સેનથી હારી ગઇ. દરેકને વિશ્વાસ હતો કે એશ્વર્યા મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતશે. કારણ કે તે એક સુપર મોડલ પણ હતી, જોકે મિસ ઇન્ડિયાનો તાજ સુષ્મિતા સેનને જ મળ્યો પરંતુ શું તમે જાણો છો કે એશ્વર્યાનુ નસીબ એક એડથી ચમકી ઉઠ્યુ હતુ. જેમાં તેની સાથે આમિર ખાન પમ હતા.પ્રખ્યાત જાહેરાત નિર્માતા પ્રહલાદ કક્કરે એક ઇન્ટરવ્યુ દરમિયાન 1993 ની એક જાહેરાતનો એક કિસ્સો વર્ણવ્યો અને કહ્યું કે કેવી રીતે ઐશ્વર્યા રાયની આંખોએ તેમને તેમના ચાહક બનાવ્યા અને લોકોને તેમના દિવાના બનાવ્યા.


એશ્વર્યા રાયની એક ઝલકે લોકોને બનાવી દીધી દિવાના

1990ના દાયકામાં ઘણી એવી જાહેરાતો આવી હતી. જેને આજે પણ લોકો યાદ કરે છે. જેમાંથી એક પ્રખ્યાત કોલ્ડ ડ્રિંકની એડ પણ હતી. જેમાં આમિર ખાન અને એશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળી હતી. તે સમયે એશ્વર્યા કોઇ મોટી સ્ટાર નહોતી. તે સમયે એક્ટ્રેસ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. પરંતુ આ એડમાં તેની એક ઝલક જોઇને લોકો તેના દિવાના થઇ ગયા. હાલમાં જ ANI સાથે વાતચીત દરમિયાન પ્રહલાદ કક્કડે ખુલાસો કર્યો હતો કે, 1993ની પેપ્સી એડમાં એશ્વર્યા રાયની કેટલી સેકન્ડની હાજરી એટલી દમદાર હતી કે આખો દેશ તેમની સુંદરતા અને સ્ક્રીન પ્રેઝન્ઝના કાયલ થઇ ગયા હતા. આ જાહેરાતે એ સમયની એક સામાન્ય કોલેજમાં અભ્યાસ કરતી છોકરીને સ્ટાર બનાવી દિધી.

એશ્વર્યા રાયની આંખોમાં સમાયેલુ છે બ્રહ્માંડ

પ્રહલાદે આગળ વાત કરતા કહ્યુ કે સૌથી મુશ્કેલ કામ હતુ કાસ્ટિંગ કરવુ...અમે એ એડ માટે અલગ અલગ ફેસ જોઇતા હતા. અમને એવી છોકરી જોઇતી હતી જે માત્ર ચાર સેકન્ડમાં જ લોકોને ઇમ્પ્રેસ કરી દે. જેનાથી આખો દેશ કહે, વાહ આ છોકરી કોણ છે ? અને બિલકુલ એવું જ થયુ.પ્રહલાદે આગળ જણાવ્યુ કે તેમની પાસે એશ્વર્યા રાય માટે 5000 કોલ આવ્યા તો તે બોખલાઇ ગયા હતા. લોકો પૂછી રહ્યા હતા કે સંજુ કોણ છે, મને પણ તેની આંખો ખૂબ જ પસંદ આવી ગઇ. જેમ તેનામાં આખુ બ્રહ્માંડ સમાયેલુ હોય. હું ત્યાં જ રોકઇ ગયો અને તેની આંખો દેખવા લાગ્યો. 

  • Follow us on: