ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા રવિ દુબે અનેક ફિલ્મો અને ટીવીશોમાં કામ કર્યું. કેટલાક શોમાં એન્કરીંગનો અંદાજ પણ લોકોને પસંદ આવ્યો. રવિ દુબેની પત્ની પણ ફેમસ સ્ટાર છે. સરગુન મહેતા આજે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય કલાકાર છે. સરગુન મહેતા અને રવિ દુબેએ પોતાના સ્પેશિયલ હાઉસ 'સૌભાગ્ય' દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જયાં ખ્યાતનામ સેલિબ્રિટીનો જમાવડો જોવા મળ્યો. જેકી શ્રોફથી લઈને અનેક ટિવી સેલેબ્સે હાજરી આપી પાપારાઝીને પોઝ આપ્યા.
ઇન્ડસ્ટ્રીનું કયુટ કપલ રવિ અને સરગુન
રવિ અને સરગુન ઇન્ડસ્ટ્રીનું કયુટ કપલ છે. લાંબા સમયથી બંને કલાકારો ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. અભિનેતા રવિ દુબેએ '2006માં આવેલ સ્ત્રી તેરી કહાની'થી એકટિંગ કારર્કિદીની શરૂઆત કરી હતી. ત્યારબાદ હમ સિકંદર જેવા અનેક શો કર્યા. દરમિયાન 12/24 કરોલ બાગના સેટ પર સરગુન સાથે મુલાકાત થઈ. ત્યારબાદ બંને મિત્રો બન્યા 2013માં ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં રવિ દુબેએ સરગુનને પ્રપોઝ કર્યું અને થોડા જ સમયમાં બંનેએ લગ્ન કર્યા. અભિનેતા રવિ દુબે તેના નવા ઘર અને આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. મીડિયા સમાચાર મુજબ રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મમાં લક્ષ્મણના રોલમાં રવિ દુબે જોવા મળી શકે છે. ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ રવિના ઘરે હાજરી આપતા આ અફવાએ જોર પકડયું હતું.













