મધુમતીએ દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યુ હતુ. સોશિયલ મીડિયા પર નિધનના સમાચાર વહેતા થતા તેમના ચાહકો ઉદાસ થયા હતા.

નિધનથી ચાહકોમાં શોક

અભિનેત્રી મધુમતીના નિધન મામલે પોસ્ટ શેર કરતા વિંદુ દારા સિંહે લખ્યુ હતુ કે, તોએ મારા શિક્ષિકા, મિત્ર, માર્ગદર્શક હતા. બોલીવુડના અન્ય કલાકારો માટે પણ તેઓ શિક્ષિકા હતા. તેઓ તમામ લોકોના સંપર્ક હતા. અને પોતાના વિદ્યાર્થીઓને પ્રેમ આપતા. વિંદુ દારા સિંહે વધુમાં કહ્યુ હતુ કે, તેઓ સવારે ઉઠ્યા અને એક ગ્લાસ પાણી પીધું અને બાદમાં હમેંશા માટે સુઇ ગયા હતા. તેમના જવા પર જાણે કોઇ પોતાના પરિવારનો સભ્ય દૂર ચાલ્યો ગયો હોય તેમ લાગી રહ્યુ છે.

 

અભિનય સાથે ડાન્સની પણ આવડત

અભિનેત્રી મધુમતી અભિનય સાથે ડાન્સ પણ કરતા હતા. તેમના માટે નૃત્યુ એટલું જ મહત્વનું છે. જેટલું જીવિત રહેવા માટે ઓક્સિજન. તેમનો જન્મ 30 મે 1944ના રોજ મુંબઇમાં થયો હતો. પારસી પરિવારમાં જનમેલા મધુમતીના પિતા જજ હતા. મધુમતીને નાનાપણથી જ નૃત્યુમાં રસ હતો. તેથી તેઓ અભ્યાસમાં મન લગાવી શકતા ન હતા. તેઓએ બાળપણમાં ડાન્સ શિખ્યો હતો. અને બાદમાં તેઓ ડાન્સ શિખવતા પણ હતા.

લગ્ન જીવન રહ્યુ ચર્ચાસ્પદ

મધુમતીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, હું અને હેલેનજી મિત્ર છીએ. હેલનજી મારા સિનિયર છીએ. ફિલ્મ ફ્રેટરનીટીને અમારા બન્નેના લુક એક સરખા લાગે છે. લોકો અમારી તુલના કરે છે. પણ અમે કોઇ દિવસ પરેશાન થયા નથી. મધુમતીએ મનોહર દીપક સાથે લગ્ન કર્યા હતા. તેઓ મધુમતી કરતા ઉંમરમાં મોટા હતા. અને 4 બાળકોના પિતા હતા. તેમની પત્નીનું નિધન થઇ ચુક્યુ હતુ. માતાની ઇચ્છા વિરુદ્ધ જઇને મધુમતીએ આ લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે કર્યા હતા. 

  • Follow us on: