સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ સંજય લીલા ભણસાલીએ બનાવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. ફિલ્મમાં એક્ટ્રેસ સ્મિતા જયકર પણ જોવા મળ્યા હતા. તેમણે સલમાન અને ઐશ્વર્યાની લવ લાઈફ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે સલમાનને સેટ પર સંજય લીલા ભણસાલીએ ઠપકો પણ આપ્યો હતો.

સેટ પર શરૂ થઈ હતી લવ સ્ટોરી

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના સેટ પર કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા. તેમનો સંબંધ ફિલ્મની રોમેન્ટિક સ્ટોરીલાઈન સાથે જોડાયેલો હતો. સ્મિતાએ જણાવ્યું કે એકબીજા પ્રત્યેનો તેમનો પ્રેમ સેટ પર સાફ દેખાતો હતો અને સ્ક્રીન પર તેમની કેમેસ્ટ્રીમાં પણ જોવા મળતો હતો.

મોડા પડતા હતા સેટ પર

સિદ્ધાર્થ કનનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, તે સમયે બંને પ્રેમમાં હતા. બંને એન્જલ જેવા લાગતા હતા. ઐશ્વર્યા તે સમયે ખૂબ સુંદર દેખાતી હતી અને કોઈક રીતે આ બાબત ફિલ્મ માટે ફાયદાકારક રહી. તેમનો જાદુ સ્ક્રીન પર દેખાયો. જોકે બંનેના રોમાન્સના કારણે ક્રૂને મુશ્કેલી પડતી હતી. બંને સેટ પર મોડા આવતા હતા તેથી ક્રૂ ફરિયાદ કરતું હતું. અમારી સવારે 7 વાગ્યાની શિફ્ટ રહેતી અને અમે 10 વાગ્યા સુધી રાહ જોતા હતા. તેઓ હજુ સુધી નહોતા આવ્યા. પરંતુ મને હંમેશા લાગે છે કે જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે તમે શું કહી શકો? આગળ તેમણે કહ્યું, બંને 11 વાગ્યે સાથે આવતા હતા. આખો સેટ તેમના માટે રાહ જોતો હતો.
Hum Dil De Chuke Sanam, Salman Khan, Aishwarya Rai (1)

સંજય લીલા ભણસાલીએ આપ્યો ઠપકો

આ સિવાય સ્મિતાએ જણાવ્યું કે આંખોં કી ગુસ્તાખિયાં ગીતમાં સલમાને ટેબલની આગળ-પાછળ ફરવાનું હતું, જ્યારે ઐશ્વર્યા સાઇડમાં ઊભી હતી. શૂટિંગ દરમિયાન સલમાન ઐશ્વર્યાનો હાથ પકડી લેતો હતો. આ જેસ્ચર કોરિયોગ્રાફીનો હિસ્સો નહોતું. સંજય લીલા ભણસાલીએ આ બાબત નોટિસ કરી અને તરત જ સલમાનને સવાલ કર્યો. તેમણે સલમાનને પૂછ્યું કે તમે આ કેમ કર્યું?

પ્રેમમાં નિયમો ભૂલી ગયા સલમાન

સ્મિતાએ કહ્યું, સલમાનનું બસ ઐશ્વર્યાનો હાથ પકડવાનું મન થયું. તે પ્રેમમાં હતો, તેથી તેણે તેનો હાથ પકડી લીધો. પરંતુ સીન આવી રીતે શૂટ કરવાનો નહોતો. સંજય સલમાન પર ગુસ્સે થયા અને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું. સીનમાં સલમાને માત્ર ત્યાં ઊભા રહીને ઐશ્વર્યા સામે જોવાનું હતું. સલમાન અને ઐશ્વર્યાનો આ સંબંધ લાંબો સમય ચાલ્યો નહોતો અને પાછળથી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

આ પણ વાંચો-Bollywood : આમિર, સલમાન, રણબીર કે પછી ટાઇગર શ્રોફ જ… શૂટર્સનું અસલી નિશાન કોણ હતું?