નેટફ્લિક્સનો ચર્ચિત શો 'લોક અપ 2' હાલમાં નાટકીય વળાંકો થી ભરેલો છે. આ શોમાં જે વ્યક્તિએ સૌથી વધુ ચર્ચાઓ જગાવી છે તે અભિનેત્રી આકાંક્ષા ચમોલા છે. ગૌરવ ખન્ના સાથેના તેના સંબંધો અને જીવનના અંગત પાસાઓ વિશેના ખુલાસાઓએ ચાહકોને ચોંકાવી દીધા છે. આકાંક્ષાએ માત્ર તેના અને ગૌરવના અલગ થવા વિશે જ વાત નથી કરી, પરંતુ પોતાની જીવનશૈલી અને ભવિષ્યના લક્ષ્યો વિશે પણ સ્પષ્ટતા કરી છે.

શોમાં આકાંક્ષાનો ખુલાસો

શોમાં પોતાની એન્ટ્રી સાથે જ આકાંક્ષાએ એક મોટો ધડાકો કર્યો કે તે છેલ્લા એક વર્ષથી તેના પતિ ગૌરવ ખન્નાથી અલગ રહે છે. આ વાતથી ફેન્સ ચોંકી ગયા હતા, કારણ કે આ જોડી હંમેશા એકબીજાને ટેકો આપતી જોવા મળી છે. આકાંક્ષાએ પોતાની અંગત ઓળખ વિશે પણ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે બાયસેક્સ્યુઅલ છે. તે કહે છે કે ગૌરવ સાથેના લગ્ન પહેલાં પણ તે સ્ત્રીઓ સાથે સંબંધમાં રહી ચૂકી છે. આકાંક્ષા અને ગૌરવ વચ્ચેના સંબંધો વિશે એક વાત ખાસ છે કે બંનેએ બાળકના મુદ્દે પણ સહમતી સાધી હતી; આકાંક્ષા ક્યારેય બાળક ઈચ્છતી ન હતી અને ગૌરવે પણ આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો.

છુટાછેટા પછીના જીવન વિશે વાત કરતા ભાવુક થઇ

છૂટાછેડા પછીના જીવન વિશે વાત કરતા આકાંક્ષા પામેલા સેરેના સાથેની વાતચીતમાં ખૂબ જ ભાવુક અને સ્પષ્ટ જણાઈ હતી. પામેલાના પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે તે ફરી ક્યારેય લગ્ન કરવા માંગતી નથી. તેનું માનવું છે કે તે લગ્નના બંધન માટે નથી બની. તેણે કહ્યું, "હું 24 વર્ષની ઉંમરે પરણી ગઈ હતી, પણ હવે હું એકલી રહેવા માંગુ છું."

સ્વતંત્રતાને આપશે પ્રાથમિકતા

તેની યોજનાઓ વિશે વાત કરતા આકાંક્ષાએ જણાવ્યું કે, તે છૂટાછેડા પછી ન તો તેના માતાપિતાના ઘરે જશે કે ન તો તેના પતિના ઘરમાં રહેશે. તે ખૂબ જ આત્મનિર્ભર બનીને પોતાનું નવું ઘર ખરીદવા માંગે છે. તે પોતાની સ્વતંત્રતાને પ્રાથમિકતા આપી રહી છે અને પોતાની શરતો પર જીવન જીવવા માંગે છે. આકાંક્ષાના આ મક્કમ નિર્ણયે સાબિત કરી દીધું છે કે તે જીવનના આ નવા તબક્કાને પોતાની રીતે માણવા તૈયાર છે. તે ગૌરવ પર કોઈ પણ પ્રકારનો બોજ બનવા માંગતી નથી અને બંને આત્મ-સન્માન સાથે પોતાના રસ્તાઓ અલગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'માં રાજકુમાર રાવના લુક પર સોશિયલ મીડિયામાં શરૂ થયું ટ્રોલિંગ