બોલીવુડના ખિલાડી અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયા ફિલ્મી દુનિયા અને ગ્લેમરથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે વિદેશમાં રહીને અન્ય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત છે. ખુદ અક્ષય કુમારે પણ અગાઉ જણાવ્યું હતું કે આરવ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માગતો નથી. આરવ ભલે સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખતો હોય, પરંતુ જ્યારે પણ તે કોઈ જાહેર સ્થળે સ્પોટ થાય છે ત્યારે તે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. તાજેતરમાં પોતાના બર્થડે સેલિબ્રેશન દરમિયાન તે પોતાના લુકને લઈને ચર્ચામાં રહ્યો હતો અને હવે દિવાળી પાર્ટીમાં પહોંચીને તેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.

દિવાળી પાર્ટીમાં છવાયો આરવ ભાટિયા

8 નવેમ્બરે દિવાળીનો તહેવાર છે અને તે પહેલાં જ બોલીવુડમાં પ્રી-સેલિબ્રેશનનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ફિલ્મ સિતારાઓએ દિવાળી પાર્ટીઓનું આયોજન કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉ આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપે પોતાના ઘરે સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટી રાખી હતી, જેમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી. બીજી તરફ મનીષ મલ્હોત્રાએ પણ એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, કરીના કપૂર, સૈફ અલી ખાન અને શાહીન ભટ્ટ સહિત બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા હતા. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના પણ આ પાર્ટીમાં પુત્ર આરવ સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમનો અંદાજ જોવા જેવો હતો.

Akshay Kumar Son Aarav, Aarav Bhatia (1)

અક્ષય, ટ્વિંકલ અને આરવનો રોયલ દિવાળી લુક

મુંબઈમાં આયોજિત આ દિવાળી પાર્ટીમાં આરવ પોતાના માતા-પિતા સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે ચિકનકારી એમ્બ્રોઈડરીવાળો વ્હાઈટ કુર્તા-પાયજામા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. તેણે હેવી બોર્ડરવાળા મેચિંગ દુપટ્ટા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેના કુર્તામાં ડીપ વી-નેકલાઈન સાથે ગોલ્ડન અને સિલ્વર જરીનું વર્ક હતું, જે તેના આખા લુકને ક્લાસી બનાવી રહ્યું હતું. આરવે પોતાના લુકને સિમ્પલ છતાં રોયલ રાખ્યો હતો; બેક-કોમ્બ હેરસ્ટાઈલ અને ક્લીન શેવ લુકમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહી મેળવી રહ્યો છે.

પિતા અક્ષય અને નાના રાજેશ ખન્ના સાથે થઈ સરખામણી

આ દિવાળી પાર્ટીમાં અક્ષય કુમારે પણ વ્હાઈટ કુર્તા-પાયજામા પસંદ કર્યો હતો અને ટ્વિંકલ ખન્નાએ ગ્રીન બોર્ડરવાળો સફેદ સૂટ પહેર્યો હતો. જેવો આ પરિવારનો વીડિયો સામે આવ્યો કે તરત જ સોશિયલ મીડિયા યુઝર્સ આરવના લુક્સની સરખામણી તેના પિતા અક્ષય કુમાર સાથે કરવા લાગ્યા હતા. જ્યારે કેટલાક ફેન્સનું કહેવું છે કે આરવનો ચહેરો ઘણી હદ સુધી તેના નાના અને હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને મળતો આવે છે.

આ પણ વાંચો-Yash Ravana : 1 કરોડનું રાવણનું સિંહાસન! રામાયણ માટે 24 કેરેટ ગોલ્ડથી બનાવવામાં આવી ખાસ ભવ્યતા