બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર ફરી એકવાર પોતાની માનવતાને કારણે ચર્ચામાં આવ્યા છે. 15 જાન્યુઆરી 2026ના રોજ મુંબઈમાં બીએમસી (BMC)ની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન અક્ષય કુમાર પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા.

પાપારાઝીઓએ ઘેરી લીધા

મતદાન કેન્દ્ર બહાર પાપારાઝીઓએ તેમને ઘેરી લીધા હતા. અક્ષય કુમારે કેમેરા સામે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી અને બાદમાં પોતાના ઘરે જવા માટે આગળ વધ્યા. એ સમયે એક યુવાન છોકરી તેમની પાસે આવી અને ભાવુક અવાજમાં મદદ માગી.

વાયરલ વીડિયોમાં શું છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે છોકરી અક્ષય કુમારને કહે છે કે તેના પિતા ભારે દેવામાં ડૂબી ગયા છે અને પરિવાર પર મુશ્કેલી આવી છે. તે મદદ માટે વિનંતી કરે છે અને ભાવુક થઈને અક્ષય કુમારના પગ પણ સ્પર્શ કરે છે. આ સમયે અક્ષય કુમારનો બોડીગાર્ડ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે અને છોકરીને કહે છે કે “અત્યારે નહીં.” તે છોકરીને ઓફિસમાં આવવા કહે છે અને ફોન નંબર આપવા પણ તૈયાર થાય છે. અક્ષય કુમાર છોકરીને શાંતિથી પોતાના બોડીગાર્ડ સાથે વાત કરવા કહે છે અને ગાર્ડને તેની વિગતો નોંધવા સૂચના આપે છે.

 “અક્ષય કુમારનું દિલ ખરેખર ખૂબ મોટું છે.”

મહત્વની વાત એ છે કે અક્ષય કુમાર ત્યાંથી જતા પહેલાં પોતાના બોડીગાર્ડને સ્પષ્ટ રીતે કહે છે કે છોકરીને મદદ કરવામાં આવે. આ નાનકડો પરંતુ મહત્વપૂર્ણ પગલું તેમની માનવતાને દર્શાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો અક્ષય કુમારની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા યુઝર્સે તેમને “સાચો હીરો” ગણાવ્યો. એક યુઝરે લખ્યું કે, “અક્ષય કુમારનું દિલ ખરેખર ખૂબ મોટું છે.” તો અન્ય યુઝરે કહ્યું કે, “કોઈની મદદ કરવી એ જ સાચી બહાદુરી છે.” અક્ષય કુમાર અગાઉ પણ અનેક વખત સમાજસેવા, સૈનિકોની મદદ અને જરૂરિયાતમંદોને સહાય કરવા માટે જાણીતા રહ્યા છે. આ ઘટના ફરી સાબિત કરે છે કે તેઓ માત્ર પડદા પર નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ હીરો છે.

આ પણ વાંચો : Mumbaiમાં એક મત અને અન્ય શહેરોમાં ચાર મત કેમ? બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમ સમજો.