અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત અને સ્ટાર-સ્ટડેડ મલ્ટી-સ્ટારર ફિલ્મ "વેલકમ ટુ ધ જંગલ" આજે સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ થઈ ગઈ છે. ગયા ગુરુવારે યોજાયેલા પેઇડ પ્રીવ્યૂથી જ ફિલ્મને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો હતો, અને આજે સવારના શો જોયા બાદ દર્શકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ભરપૂર વખાણ કરી રહ્યા છે. અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લોકોએ "એક-એક પૈસાની કિંમત વસૂલ" કરાવનારી મનોરંજક ફિલ્મ ગણાવી છે. વર્ષો પછી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીને ફરી એકસાથે પડદા પર જોતાં જ ચાહકોનો ઉત્સાહ બેવડાયો છે.


લોજિક છોડો અને મેજિક જુઓ: સોશિયલ મીડિયા પર ચાહકોનો ક્રેઝ

થિયેટરમાંથી બહાર નીકળેલા દર્શકોના મતે આ એક પરફેક્ટ 'મસાલા એન્ટરટેઇનર' ફિલ્મ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક યુઝરે આડકતરી રીતે પ્રશંસા કરતા લખ્યું, "આ એક નોન-સ્ટોપ કોમેડી છે. જો મનમોહન દેસાઈએ અમર અકબર એન્થોની સાથે મળીને 'શોલે' બનાવી હોત, તો તે કંઈક આવી જ હોત!" જ્યારે અન્ય એક યુઝરે સલાહ આપતા લખ્યું કે, "જો તમે આ ફિલ્મની સાચી મજા લેવા માંગતા હોવ, તો મગજ અને તર્ક (લોજિક) ઘરે મૂકીને આવજો. લોજિક વગર પણ આ ફિલ્મ અદ્ભુત આનંદ આપે છે."

'વેલકમ ટુ ધ જંગલ' ટ્રેલર કરતાં પણ વધુ મજેદાર છે ફિલ્મ

ફિલ્મ જોઈને આવેલા લોકોનું કહેવું છે કે ટ્રેલરમાં જે બતાવવામાં આવ્યું હતું, ફિલ્મ તેના કરતાં ઘણી વધારે રસપ્રદ છે. ફિલ્મની શરૂઆતની ૧૫ મિનિટ ખૂબ જ શાનદાર છે, જેમાં દરેક મુખ્ય કલાકારની ધમાકેદાર એન્ટ્રી થાય છે. ફિલ્મની અસલી હાઇલાઇટ ઇન્ટરવલ પહેલાની ૩૦ મિનિટ છે, જે એટલી રમૂજથી ભરેલી છે કે દર્શકો હસી-હસીને લોટપોટ થઈ જાય છે. બીજા ભાગ વિશે વાત કરતા ચાહકોએ જણાવ્યું કે, ટ્રેલરમાં માત્ર પહેલા ભાગની જ ઝલક હતી, જેથી બીજો ભાગ વધુ આશ્ચર્યજનક અને ટ્વિસ્ટથી ભરેલો લાગે છે. જો ફિલ્મનો સેકન્ડ હાફ પણ ફર્સ્ટ હાફ જેટલી જ પકડ જાળવી રાખશે, તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.

'વેલકમ ટુ ધ જંગલ' માં કલાકારોનો કાફલો

આ ફિલ્મમાં કલાકારોની લાંબી ફોજ છે, જેમાં રવિના ટંડન, દિશા પટણી, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડીઝ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, જેકી શ્રોફ, અરશદ વારસી, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની સહિતના અનેક દિગ્ગજ કલાકારો ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે. વેલકમ ટુ ધ જંગલ રીલીઝ થવા પર અક્ષય કુમારે કહ્યું કે ફિલ્મની સફળતા ફક્ત તેની આસપાસના પ્રચાર અથવા કોઈ મોટી ઘટના પર આધારિત નથી. સૈયારાનું ઉદાહરણ આપી કહ્યું જો કોઈ ફિલ્મ સારી હોય, તો તેને દર્શકો મળશે જ.


આ પણ વાંચો : Bollywoodના ફેમસ સંગીતકાર આદિત્ય રામ શંકર વિરુદ્ધ હોટલમાં દુષ્કર્મનો આરોપ, જુહુ પોલીસે નોંધી FIR

  • Follow us on: