ફિલ્મ ધુરંધરમાં પોતાની જોરદાર એક્ટિંગથી સૌનું દિલ જીતનાર અભિનેતા અક્ષય ખન્ના ફરી એકવાર દમદાર લુકમાં જોવા મળવાના છે. અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ મહાકાલીમાં જોવા મળશે. આ ફિલ્મ પ્રશાંત વર્માના સિનેમેટિક યુનિવર્સની આગામી કડી છે. મેકર્સે ફિલ્મની પહેલી ઝલકની જાહેરાત કરી છે. ટીઝર લાઇન 24th August, The End Begins સાથે જણાવવામાં આવ્યું છે કે 24 ઓગસ્ટે ફિલ્મની પહેલી ઝલક સામે આવશે.

અક્ષય ખન્નાના નવા લુકે વધારી એક્સાઇટમેન

આ જાહેરાત બાદ મહાકાલીને લઈને દર્શકોની એક્સાઇટમેન્ટ વધુ વધી ગઈ છે. ખાસ કરીને અક્ષય ખન્નાના શુક્રાચાર્યના ફર્સ્ટ લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમનો આ નવો અને અલગ અંદાજ જોઈને ફેન્સ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે. હવે 24 ઓગસ્ટે રિલીઝ થનારી ઝલકમાં દર્શકોને અક્ષય ખન્નાના શુક્રાચાર્યના પાત્ર અને ફિલ્મની પૌરાણિક દુનિયાની વધુ ઝલક જોવા મળશે.

24 ઓગસ્ટે સામે આવશે મહાકાલીની ઝલક

મહાકાલીનું ડાયરેક્શન પૂજા અર્ણા કોલ્લુરુ કરી રહ્યાં છે. જ્યારે પ્રશાંત વર્મા ફિલ્મના ક્રિએટર અને રાઇટર તરીકે જોડાયેલા છે. ફિલ્મનું નિર્માણ RKD Studios કરી રહ્યું છે. ઉપલબ્ધ પ્રોડક્શન માહિતી પ્રમાણે અક્ષય ખન્ના ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનું પાત્ર ભજવી રહ્યા છે. તેમના સિવાય રોહિત સરાફ અને ભૂમિ શેટ્ટી પણ ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટનો ભાગ છે.
https://www.instagram.com/p/DcNjCiNogMs/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે અને તેને પ્રશાંત વર્માના એ સિનેમેટિક સ્પેસની આગામી મોટી કહાની માનવામાં આવી રહી છે, જેની શરૂઆત હનુ-મેન બાદ થઈ હતી. 24 ઓગસ્ટે આવનારી ઝલક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

શુક્રાચાર્યના પાત્રમાં જોવા મળશે અક્ષયનો દમદાર અંદાજ

ભારતીય પૌરાણિક કથાઓમાં શુક્રાચાર્યને એક ખૂબ જ પ્રભાવશાળી અને જટિલ પાત્ર માનવામાં આવે છે. તેમને અસુરોના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું પાત્ર જ્ઞાન, મજબૂત વિશ્વાસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે જોડાયેલું છે. આ જ કારણથી આ પાત્ર અક્ષય ખન્ના જેવા અભિનેતા માટે ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!