23 જૂનના રોજ પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ મળ્યું. અલકા યાજ્ઞિકનો એવોર્ડ સ્વીકારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવોર્ડ સ્વીકારતા પહેલા અલકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા . એવોર્ડ સ્વીકારતી વખતે, અલકાને એક સહાયક પર ઝૂકેલી જોવા મળી હતી. ફેમસ ગાયિકાનો આ વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતિત થયા હતા. સોશિયલ મીડિયામાં ફેન્સ સવાલ પૂછવા લાગ્યા કે અલકા યાજ્ઞિકને આખરે શું થયું છે. ચાહકોનો આ પ્રેમ બદલ અલકા યાજ્ઞિકે ફેન્સ માટે ઇમોશનલ પોસ્ટ શેર કરી પોતાનું સ્વાસ્થ્ય અપડેટ આપ્યું.
એવોર્ડ સ્વીકારતી વખતે અલ્કા યાજ્ઞિક નબળા દેખાયા
આ ખાસ સમારોહ દરમિયાનનો ૬૦ વર્ષીય ગાયિકા અલ્કા યાજ્ઞિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એવોર્ડ સ્વીકારવા સ્ટેજ પર જતા પહેલાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. જોકે, તે શારીરિક રીતે ખૂબ જ નબળા દેખાતા હતા અને સ્ટેજ પર આગળ વધવા માટે તેમણે એક પરિચારિકા (સહાયક)નો સહારો લેવો પડ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના લાખો ચાહકોએ તેમની તબિયતને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
અલકા યાજ્ઞિકની ઇમોશનલ પોસ્ટ
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય પદ્મ એવોર્ડ સમારોહમાં બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકને સંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાયરલ વીડિયો અને ચાહકોની ચિંતા વચ્ચે, અલ્કા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પર એક લાગણીસભર નોંધ શેર કરીને સરકારનો આભાર માન્યો છે અને પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરી છે. તેમણે લખ્યું "છેલ્લા બે વર્ષથી હું લાઈમલાઈટ અને જાહેર કાર્યક્રમોથી દૂર રહી છું, કારણ કે હું સ્વાસ્થ્ય સંબંધી મોટા પડકારોનો સામનો કરી રહી છું. આ મુશ્કેલ સમયમાં તમારા બધાનો પ્રેમ, પ્રાર્થના અને અવિરત સમર્થન દરેક પગલે મારી સાથે રહ્યા છે.
ફેન્સનો અલકા યાજ્ઞિકને આભાર માન્યો
તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ હવે ધીમે ધીમે વાપસી કરી રહ્યા છે. આ સન્માન બદલ તેમણે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પ્રાપ્ત કરતી વખતે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. આ સન્માન માત્ર મારું નથી, પરંતુ એ તમામ શ્રોતાઓનું છે જેમણે પેઢીઓથી મારા ગીતોને પ્રેમ આપ્યો છે."
અલ્કા યાજ્ઞિક કઈ બીમારીનો સામનો કરી રહ્યા છે?
અલ્કા યાજ્ઞિક વાયરલ ઇન્ફેક્શનના કારણે થતી 'સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ' (સાંભળવાની શક્તિ ગુમાવવી) નામની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેનો ખુલાસો તેમણે વર્ષ ૨૦૨૪માં કર્યો હતો. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ હજી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી અને આ પરિસ્થિતિને કારણે તેમના કામ પર પણ મોટી અસર પડી છે. સંગીતકારો કામ માટે તેમનો સંપર્ક કરે છે, પરંતુ તબિયત સરી ન હોવાને કારણે તેઓ હાલ રેકોર્ડિંગ કરી શકતા નથી.
આ પણ વાંચો : Welcome to the Jungle : અક્ષય કુમારની ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર, દીશા-જેક્લીનના બિકીની સીન્સ સહિત ૧૮ કટ લગાવાયા!