અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ "વેલકમ ટુ ધ જંગલ" આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે અને તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. નિર્માતાઓનો દાવો છે કે આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જે દરેક ઉંમરના દર્શકો માણી શકશે. જોકે, રિલીઝ પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ તો આપ્યું છે, પણ સાથે જ ફિલ્મમાં ૧૮ મોટા ફેરફારો અને કાપ મૂકવાનો આદેશ પણ આપ્યો છે.
૧૮ કટ: સંવાદો અને આર્મી રેજિમેન્ટના નામ બદલાયા
ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી મળે તે પહેલાં મેકર્સે કુલ ૧૮ કટનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ફિલ્મના ઘણા સંવાદો બદલાઈ ગયા છે. સેન્સર બોર્ડે સંવેદનશીલ, રાજકીય અને આપત્તિજનક ભાષા પર કડક વલણ અપનાવ્યું છે. ફિલ્મમાંથી "કાશ્મીર કા પાણી" વાળી લાઇન સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, લશ્કરી પરિભાષા પર ધ્યાન આપતા બોર્ડે "ગોરખા રેજિમેન્ટ" શબ્દને હટાવીને "શું તમે આર્મીમાંથી છો?" સંવાદ ઉમેર્યો છે. "કાલા જાને હુઆ હૈ, કોયલા હૈ" ને બદલીને "સાદા જાને હુઆ હૈ, સમું હુઆ હૈ" કરાયું છે. ફિલ્મમાં અન્ય સંવાદ પણ બદલવામાં આવ્યા છે.
દીશા પટણી અને જેક્લીનના બિકીની સીન્સ આઉટ!
ફિલ્મના ગ્લેમર ભાગ પર પણ સેન્સર બોર્ડે કાતર ચલાવી છે. સત્તાવાર રિપોર્ટ અનુસાર, ફિલ્મના ગીતોમાંથી બિકીની શોર્ટ્સ અને કેટલીક બોલ્ડ કોરિયોગ્રાફીને હટાવવામાં આવી છે. ફિલ્મની લીડ એક્ટ્રેસિસ દિશા પટણી અને જેક્લીન ફર્નાન્ડીઝના બિકીની સીન્સને ફાઇનલ પ્રિન્ટમાંથી ડિલીટ કરી દેવાયા છે. એટલું જ નહીં, અશ્લીલ હાથના હાવભાવ વાળા એક સીનની જગ્યાએ હવે અભિનેતા વિંદુ દારા સિંહનો ક્લોઝ-અપ શૉટ ગોઠવવામાં આવ્યો છે.
૧૮ કટ છતાં ફિલ્મ ખૂબ લાંબી
આટલા બધા સીન્સ અને સંવાદો કપાયા હોવા છતાં, ફિલ્મની લંબાઈમાં બહુ મોટો ફરક પડ્યો નથી. સેન્સર સર્ટિફિકેટ અનુસાર, "વેલકમ ટુ ધ જંગલ" નો ફાઇનલ રનટાઇમ ૧૬૪.૫૦ મિનિટ છે. એટલે કે દર્શકોએ થિયેટરમાં ૨ કલાક, ૪૪ મિનિટ અને ૫૦ સેકન્ડ સુધી બેસવું પડશે.
બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી સ્ટારકાસ્ટ!
આ ફિલ્મ તેની વિશાળ સ્ટારકાસ્ટને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર, દિશા પટાની અને જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત સુનીલ શેટ્ટી, રવીના ટંડન, લારા દત્તા, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, મુકેશ તિવારી, યશપાલ શર્મા, કિરણ કુમાર, જોહ્ન ક્રિષ્ના લીવર, અબ ક્રિષ્ના લીવર, મીકા સિંહ, દલેર મહેંદી, જોની લીવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, હેમંત પાંડે, આફતાબ શિવદાસાની, બ્રિજેન્દ્ર કાલા, ફિરોઝ ખાન, ઝાકિર હુસૈન, વિંદુ દારા સિંઘ, ઉર્વશી રૌતેલા, સ્વર્ગસ્થ પંકજ ધીર, પુનીત ઇસાર અને ભાગ્ય ભાનુશાલી જેવા અસંખ્ય કલાકારો એકસાથે કૉમેડીનો તડકો લગાવતા જોવા મળશે.
આ પણ વાંચો : India's Got Latent 2: સમય રૈના પર થઈ રહી છે કરોડોનો વરસાદ! નેટફ્લિક્સ અને યુટ્યુબની કમાણીનો આંકડો જાણી ચોંકી જશો