જાણીતા કોમેડિયન સમય રૈનાના લોકપ્રિય શો India's Got Latentની બીજી સીઝનની શરૂઆત ધમાકેદાર રહી છે. આ સીઝનના પહેલા જ એપિસોડમાં બોલીવુડ કલાકારો આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ તેમની આગામી ફિલ્મ "આલ્ફા" ના પ્રમોશન હાજર રહ્યા હતા. એપિસોડ દરમિયાન આલિયા ભટ્ટ અને સમય રૈના વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રી અને કોમેડી ટાઈમિંગ દર્શકોને ખૂબ પસંદ આવી. આ વખતે આ શો યુટ્યુબની સાથે-સાથે ગ્લોબલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પણ સ્ટ્રીમ થઈ રહ્યો છે, જેના કારણે સમય રૈનાની કમાણી આકાશે આંબી રહી છે.
સમય રૈનાએ પહેલા જ એપિસોડથી કરી કરોડોની કમાણી
ભૂતપૂર્વ યુઝર પરિતોષ શર્માએ સોશિયલ મીડિયા પર સમય રૈનાની કમાણી અને નેટવર્થનું એક રસપ્રદ અને વિગતવાર વિશ્લેષણ શેર કર્યું છે. આ વિશ્લેષણ મુજબ, સમયે માત્ર નેટફ્લિક્સ સાથેની ડીલમાંથી જ અંદાજે ₹150 મિલિયનથી ₹200 મિલિયન (₹15 થી ₹20 કરોડ) ની અધધ કમાણી કરી હોઈ શકે છે. આ ઉપરાંત, શોના પહેલા જ દિવસે યુટ્યુબ પર મળેલા 25 મિલિયન વ્યૂઝના આધારે ગણતરી કરીએ તો, માત્ર ગૂગલ એડસેન્સ (AdSense) ની આવક જ લગભગ ₹40 લાખથી ₹50 લાખની આસપાસ હોવાનો અંદાજ છે.
બ્રાન્ડ સ્પોન્સર્સથી થઈ કરોડોની એક્સ્ટ્રા આવક
પરિતોષે તેના વિશ્લેષણમાં 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨' ના પહેલા એપિસોડમાં જોવા મળેલા મોટા બ્રાન્ડ ઇન્ટિગ્રેશન પર પણ પ્રકાશ પાડ્યો છે. આ શોમાં AI નોવા, ફ્લિપકાર્ટ મિનિટ, અવતાર અને સ્નિચ જેવી નામાંકિત બ્રાન્ડ્સનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. જો દરેક બ્રાન્ડ સાથે ₹2 કરોડથી ₹3 કરોડની સ્પોન્સરશિપ ડીલ થઈ હોય, તો આ ભાગીદારીથી જ સમયને ₹8 કરોડથી ₹12 કરોડની વધારાની કમાણી થઈ હોવાનો અંદાજ છે. આ આંકડાઓ સાબિત કરે છે કે અત્યાર સુધી ભારતના કોઈ પણ સ્ટેન્ડ-અપ કોમેડિયને એક સિંગલ પ્રોજેક્ટમાંથી કમાણી, વ્યુઅરશિપ અને કોમર્શિયલ સક્સેસનું આવું અદભુત મિશ્રણ મેળવ્યું નથી.
કમબેક કરવું હતું જરૂરી!, કેટલી છે સમય રૈનાની કુલ સંપત્તિ
તાજેતરના અહેવાલ મુજબ, સમય રૈનાની કુલ સંપત્તિ ₹1.4 બિલિયનથી ₹1.95 બિલિયનની વચ્ચે (અંદાજે ₹140 કરોડથી ₹195 કરોડ) હોવાનું માનવામાં આવે છે. સમયની વાર્ષિક કમાણી આશરે $4.1 મિલિયન એટલે કે આશરે ₹38 કરોડ જેટલી છે. તેની યુટ્યુબ ચેનલ પર જ 68 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સનો વિશાળ બેઝ છે. મહત્વનું છે કે સમય રૈનાએ એક વિવાદને કારણે લગભગ ₹8 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. આ જ આર્થિક ફટકાના કારણે તેને ફરીથી જોરશોરથી કામ કરવા અને વધુ પૈસા કમાવવાની જરૂર પડી હતી.
'કોમિકસ્ટાન' થી શરૂ થયેલી સફર આજે શિખર પર
સમય રૈનાએ 'કોમિકસ્ટાન સીઝન ૨' નો વિજેતા બનીને કોમેડી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવી હતી. જોકે, કોરોનાકાળ દરમિયાન તેણે માત્ર સ્ટેન્ડ-અપ કોમેડી સુધી સીમિત ન રહેતા, યુટ્યુબ પર ચેસ (બુદ્ધિબળ) નું લાઈવ-સ્ટ્રીમિંગ શરૂ કર્યું હતું. આ અનોખા આઈડિયાથી તેણે દેશભરમાં કરોડો ચાહકો મેળવ્યા અને આજે તે ભારતના સૌથી સફળ અને ધનિક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ અને કોમેડિયન્સની યાદીમાં ટોચ પર સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો : Sonam Kapoorની બહેન રિયા કપૂરના દોઢ કરોડના કિંમતી ઈયરિંગ્સ ચોરાયા, પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો કેસ!