યશ રાજ ફિલ્મ્સ (YRF) ના સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા-પ્રધાન એક્શન થ્રિલર ફિલ્મ "આલ્ફા" શુક્રવાર, ૩ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની મુખ્ય ભૂમિકા ધરાવતી આ મોસ્ટ અવેટેડ ફિલ્મને દર્શકો તરફથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વના રોલમાં જોવા મળે છે. શિવ રવૈલ દ્વારા નિર્દેશિત અને ઉદય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહી છે.
'વોર' ના મેજર કબીર તરીકે ઋતિક રોશનની ધમાકેદાર એન્ટ્રી વાયરલ
આ ફિલ્મમાં સૌથી મોટું સરપ્રાઈઝ બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનનો પાવરફુલ કેમિયો છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ 'વોર' ફિલ્મના મેજર કબીર તરીકેની તેમની એન્ટ્રીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. ઇન્ટરનેટ પર પ્રભુત્વ મેળવી રહેલી આ વાયરલ ક્લિપ્સમાં ઋતિક રોશન શાનદાર એક્શન સિક્વન્સ કરતો જોવા મળે છે. દર્શકો તેની સ્ક્રીન પ્રેઝન્સ અને ધમાકેદાર એન્ટ્રીના ખૂબ વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ફિલ્મના ટ્રેલરમાં માત્ર તેની આંખો જ બતાવવામાં આવી હતી, જેના કારણે ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ હતો.
