બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરના રોજ તેમનો ૮૪મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને વિશ્વભરમાં ફેલાયેલા તેમના કરોડો ચાહકોએ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

https://www.instagram.com/reel/DeWs-uxTV_R/?utm_source=ig_web_button_share_sheet

ઐશ્વર્યા રાયે આપી ખાસ શૈલીમાં શુભેચ્છા

દિગ્ગજ અભિનેતાના જન્મદિવસ પર તેમની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે અમિતાભ બચ્ચન અને તેમની પૌત્રી આરાધ્યા બચ્ચનનો એક સુંદર અને અણદેખાયો (અનસીન) ફોટો શેર કરીને લખ્યું, "જન્મદિવસની શુભકામનાઓ પ્રિય પપ્પા-દાદાજી, ભગવાન તમને હંમેશા પ્રેમ અને આશીર્વાદ આપે."

ફોટામાં બિગ બી ટ્રેકસૂટ અને બીની કેપમાં નજરે પડે છે, જ્યારે આરાધ્યા ક્યૂટ હેરબેન્ડ સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. દર વર્ષે આરાધ્યા અને અમિતાભનો ખાસ ફોટો શેર કરીને સસરાને શુભેચ્છા આપવાની ઐશ્વર્યાની આ પરંપરા ચાહકોને તેમના પારિવારિક પ્રેમની સુંદર ઝલક આપે છે.

https://www.instagram.com/p/DeXSc-zTjZq/?utm_source=ig_embed&ig_rid=A_ShgqRvCgfxq6g1NQb8oMR

જલસા બહાર ચાહકોનું માનવમેહરામણ

રવિવારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાન 'જલસા' બહાર ચાહકોનો જમાવડો થયો હતો. પોતાની પરંપરા જાળવી રાખતા, બિગ બી ચાહકોને મળવા માટે બહાર આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ઘેરા મરૂન રંગનો કુર્તો અને ભૂરા રંગની કીમતી કાશ્મીરી કાની પશ્મીના શાલ ધારણ કરી હતી.

બચ્ચન

ચાહકોએ તેમના આઈકોનિક ઓન-સ્ક્રીન પાત્રો જેવા પોશાક પહેરીને તથા હાથમાં શુભેચ્છા આપતા પોસ્ટરો અને બેનરો સાથે પોતાના પ્રિય અભિનેતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. લાલ ફૂલોના માળાથી સજાવેલા પ્લેટફોર્મ પરથી બિગ બીએ તમામ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.

બ્લોગ દ્વારા બિગ બીએ માન્યો આભાર

પોતાના જન્મદિવસને યાદગાર બનાવનાર તમામ ફેન્સ અને સ્નેહીઓનો આભાર માનતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું, "લોકો આટલા બધા આશ્ચર્ય, પ્રેમ અને ઉદારતા સાથે આવે છે... જે સાંજ અને સવારને ખરેખર યાદગાર બનાવી દે છે. આવી અદભુત લાગણીઓ તમારી સાથે જ રહી જાય છે અને મારા જેવા વ્યક્તિ માટે આ સાંજ ખૂબ જ અર્થપૂર્ણ છે."

બિગ બી

અમિતાભ બચ્ચન વર્ક ફ્રન્ટ

કારકિર્દીની વાત કરીએ તો, 84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ખૂબ સક્રિય છે. તેઓ હાલમાં લોકપ્રિય ક્વિઝ શો "કૌન બનેગા કરોડપતિ"ની 18મી સીઝનનું હોસ્ટિંગ કરી રહ્યા છે. આ સિવાય, ફિલ્મી પડદે તેઓ ટૂંક સમયમાં જ તેમની બ્લોકબસ્ટર ફિલ્મ "કલ્કી 2898 એડી"ની સિક્વલમાં મહત્વના રોલમાં જોવા મળશે.


આ પણ વાંચો : Nana Patekar: 'બ્લડ ક્લોટની હતી તકલીફ', નાના પાટેકરનો ઓટોપ્સી રિપોર્ટ, હાર્ટ અટેકથી મૃત્યુની સ્પષ્ટતા