દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન 83 વર્ષના થઈ ચૂક્યા છે અને તેમણે પોતાની એક્ટિંગથી માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ ટીવી પર પણ પોતાની છાપ છોડી છે. હાલમાં બિગ બી કૌન બનેગા કરોડપતિ શો કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં અભિનેતાને લઈને એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ સમાચાર ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા હતા. પરંતુ હવે અભિનેતાએ પોતે આ તમામ સમાચાર પર મૌન તોડ્યું છે અને સત્ય જણાવ્યું છે.

નિવૃત્તિ અંગે શું બોલ્યા અમિતાભ બચ્ચન?

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હવે પોતાની નિવૃત્તિને લઈને ચાલી રહેલી અફવાઓ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. અભિનેતાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેમનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આજે પણ પોતાના કામને લઈને ખૂબ એક્સાઇટેડ છે. તાજેતરમાં તેમની એક બ્લોગ પોસ્ટ વાંચીને લોકોને લાગ્યું હતું કે તેઓ હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે.
Amitabh Bachchan, Bollywood (3)

જોકે, હવે અભિનેતાએ નવી બ્લોગ પોસ્ટ લખી છે અને નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળો અંગે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હજુ નિવૃત્ત થઈ રહ્યા નથી. બિગ બીએ પોતાની નિવૃત્તિના સમાચારને ફરી શેર કરતાં લખ્યું, જી નહીં હુજૂર… હું હજુ મારા કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો નથી. તેમણે તેનો અંગ્રેજીમાં અર્થ પણ સમજાવ્યો કે હવે સૂવા જઈ રહ્યો છું. આ સાથે બિગ બીએ મજાકિયા અંદાજમાં લખ્યું કે અહીં તમને આવવાનું આમંત્રણ નથી.
https://www.instagram.com/reel/Db3UcmKKxSx/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

અમિતાભ બચ્ચને બ્લોગમાં શું લખ્યું હતું?

મહાનાયક અમિતાભ બચ્ચને એક દિવસ પહેલા બ્લોગમાં લખ્યું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને હવે નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે. આ પોસ્ટ વાંચ્યા બાદ સૌને લાગ્યું હતું કે અભિનેતા ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે. પરંતુ હવે આ બ્લોગ પોસ્ટ સાથે બિગ બીએ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને કહ્યું છે કે જૂની પોસ્ટનો અર્થ હતો કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને સૂવા જવું જોઈએ.

આ પણ વાંચો-Bollywood Actress : 'પૂજામાં તો શરમ રાખો!' ગણેશોત્સવમાં દિશા પટણીના બોલ્ડ લુક પર ભડક્યા લોકો!