તમે ઘણા બોલીવુડ કલાકારોની સંઘર્ષની સ્ટોરી સાંભળી હશે. બોલીવુડમાં પ્રવેશતા પહેલા, ઘણા કલાકારો નાની-મોટી નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક એવો અભિનેતા જે એક સમયે કેરી વેચતો હતો અને પછી બોલીવુડમાં પ્રવેશ્યો હતો. તેણે શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા મોટા હિન્દી સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તે સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે.
અભિનય ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો
આ અભિનેતા કપૂર પરિવાર સાથે સંબંધિત છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેતા કુણાલ કપૂરની. 46 વર્ષીય કુણાલનો જન્મ 18 ઓક્ટોબર, 1975 ના રોજ મુંબઈમાં થયો હતો. પંજાબી પરિવારમાંથી આવતા કુણાલે અભિનય ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો હતો. અભિનેતાએ ખુલાસો કર્યો કે તે અને તેનો પરિવાર હોંગકોંગમાં રહેતા હતા ત્યારે કેરી નિકાસકાર તરીકે કામ કરતો હતો. અભિનેતાના મતે, તેણે આ કામ મજબૂરીથી કર્યું હતું, ભલે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માગતો હતો. જોકે, કુણાલ પાછળથી મુંબઈ ગયો.
અમિતાભની ફિલ્મના સહાયક દિગ્દર્શક હતો
અભિનયમાં પ્રવેશ કરતા પહેલા, કુણાલે અમિતાભ બચ્ચન અને મનોજ બાજપેયીની ફિલ્મ અક્ષમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે 2004 ની ફિલ્મ મીનાક્ષી: અ ટેલ ઓફ થ્રી સિટીઝથી અભિનયની શરૂઆત કરી.
આમિર-શાહરુખ સાથે કર્યું કામ
કુણાલ કપૂરે 2006ની ફિલ્મ રંગ દે બસંતીથી ઓળખ મેળવી, જેમાં સિદ્ધાર્થ શુક્લા, આમિર ખાન, શરમન જોશી, આર. માધવન અને સોહા અલી ખાન પણ અભિનય કર્યો હતો. તે ડોન 2,ડિયર ઝિંદગી, બચના-એ-હસીનો, ચુનરી મેં દાગ, આજા નચલે, વેલકમ ટુ સજ્જનપુર, અને હેટ્રિક જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેણે શાહરૂખ ખાન સાથે ડિયર જિંદગી અને ડોન 2માં કામ કર્યું હતું .
કુણાલ કપૂરના લગ્ન અમિતાભ બચ્ચનની ભત્રીજી સાથે થયા
કુણાલ કપૂરના અંગત જીવનની વાત કરીએ તો, અભિનેતાએ 2015 માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભ બચ્ચનની પુત્રી નૈના બચ્ચન સાથે થયા છે. આનાથી તેઓ અમિતાભ બચ્ચનના જમાઈ બને છે.
આ પણ વાંચો- Bollywood Star Villain: 300 ફિલ્મો કરવા છતાં મળી ગુમનામીની મોત, ખાવાનાં પણ પડી ગયા હતા ફાંફા! દર્દનાક છે આ વિલનની કહાની