અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની બીમારીઓ અને સ્વાસ્થ્ય વિશે વાત કરતા જોવા મળે છે. ફરી એકવાર અભિનેતાએ એવી વાત કહી જેનાથી બધા ચોંકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમના માટે 60 બોટલ લોહી લાવવામાં આવ્યું ત્યારે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. બિગ બીને એક ગંભીર બીમારી માટે લોહી આપવામાં આવ્યું હતું.


અમિતાભ બચ્ચન સેટ પર થયા હતા ઘાયલ

ઘણા લોકો જાણે છે કે, 1982માં અભિનેતા 'કુલી' ફિલ્મના સેટ પર ઘાયલ થયા હતા જેના કારણે તેમના જીવનને જોખમમાં મુકાયું હતું. પરંતુ તેમના 75 ટકા લીવરને પણ નુકસાન થયું હતું. હવે બિગ બીનું લીવર ફક્ત 25% જ ઠીક છે. 'કુલી'ના એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન અમિતાભ સ્ટંટ કરતી વખતે ઘાયલ થયા હતા જેના પછી તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમનું લોહી એટલું બધું વહી ગયું હતું કે તેમને લોહી ચઢાવવાની જરૂર પડી હતી.

બીગ બી આ બીમારી સામે ઝઝુમ્યા

તેમના ફેન્સ રક્તદાન કરવા માટે હોસ્પિટલની બહાર લાઇનમાં ઉભા હતા. લગભગ 200 લોકોએ રક્તદાન કર્યું અને 60 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. જ્યારે તે રક્ત અભિનેતાને ચઢાવવામાં આવ્યું, ત્યારે એક દાતાને હેપેટાઇટિસ બી હતો અને ડોકટરોએ મોટી ભૂલ કરી અને અમિતાભ બચ્ચનને હેપેટાઇટિસ બી જેવા ગંભીર રોગનો ચેપ લાગ્યો પરંતુ તેમને આ વાત 18 વર્ષ પછી ખબર પડી હતી. 2018માં એક દિવસ અમિતાભને પેટમાં ખૂબ દુખાવો થયો અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષણો કરવામાં આવ્યા અને તે દરમિયાન તેમને ખબર પડી કે તેમને લીવર સિરોસિસ છે જે હેપેટાઇટિસ બીને કારણે થાય છે. આ રોગમાં લીવર ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. બિગ બીએ પોતે 'કૌન બનેગા કરોડપતિ'ના એક એપિસોડમાં આ વાતનો ખુલાસો કર્યો છે.


  • Follow us on: