ટીવી એકટ્રેસ Ankita Lokhande તેના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. તે અત્યાર હાલ તેના પતિ સાથે લાફ્ટર-શેફ 2 શોમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. જ્યાં તેમની ક્રેમિસ્ટ્રી જોવા મળે છે. તે દરમિયાન, કલર્સવાળાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એકટ્રેસ એવું કહેતી જોવા મળે છે કે, હું પ્રેગનેટ છું હું ના ભાગી શકું. તે કોમેડિયન કૃષ્ણા અભિષેકની પાછળ ભાગી રહી હતી, પછી તે થોડા સમય પછી ઉભી રહી છે અને કહે છે હું પ્રેગનેટ છું.


શોમાં ભારતી સિંહ અને અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર ખૂબ ચર્ચાઓ ચાલતી રહે છે. જ્યાં પહેલા એકટ્રેસની એવી ખબર આવી હતી કે તે પ્રેગનેટ છે. જો કે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયોની નાની કિલ્પ ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઘણા યુઝર્સનું કહેવું એમ છે કે આ મજાકમાં બોલી રહી છે તેમજ ઘણા યુઝર્સનું કહેવું એમ છે કે એકટ્રેસ હિંટ આપી રહી છે.

અંકિતા લોખંડે છે પ્રેગનેટ ?

લાફ્ટર-શેફ 2ના સેટનો એક વીડિયો કલર્સવાળાએ શેર કર્યો હતો જેમાં કૃષ્ણા અભિષેક એકટ્રેસના ખાવાનો સામાન લઈને દોડી રહ્યો છે. આખા સેટ પર અંકિતા લોખંડે ફર્યા બાદ તે કહે છે હવે હું ના ભાગી શકું હું પ્રેગનેટ છું, હું ના દોડી શકું. આ સાંભળીને કૃષ્ણા અભિષેક ને નવાઈ લાગે છે. આવું બોલ્યા પછી અંકિતા શરમાઈ જાય છે પછી થોડા સમય પછી કરણ કુંદ્રા પુછે કે શું આ સાચું છે તો અંકિતા હા પણ પાડે છે.


યુઝર્સ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે, શું આ સાચું છે તેમજ ઘણા લોકો કહે છે એકટ્રેસ હિંટ આપી રહી છે. જો કે અંકિતા આવું પહેલા પણ ઘણીવાર મજાકમાં કહી ચૂકી છે. એકટ્રેસે શોમાં કહ્યું પરંતુ પોતે તેણે કોઈ એનાઉન્સમેન્ટ કરી નથી. એકટ્રેસ 40 વર્ષની છે અને તેની સાસુ નેશનલ ટીવી પર બાળકની વાત કરી ચૂકી છે .

ક્યારે થયા હતા અંકિતા અને વિક્કીના લગ્ન?

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન 14 ડિસેમ્બર 2021 ના રોજ થયા હતા. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. ત્યારબાદ તેમના પતિએ ટીવી પર ડેબ્યૂ કર્યું. તેઓ ઘણા શોમાં સાથે પણ દેખાયા છે. જોકે, બિગ બોસ દરમિયાન બંનેને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. બંને વચ્ચેનો ઝઘડો એ હદ સુધી પહોંચી ગયો કે સલમાન ખાનને બંનેના પરિવારને મનાવવા પડ્યા હતા.


  • Follow us on: