કપૂર પરિવારમાં ખુશીનો માહોલ
લગ્ન સમારોહ દરમિયાન કપૂર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોની કપૂર, અર્જૂન કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સહિત પરિવારના તમામ સભ્યો આ ખાસ ક્ષણે હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. અંશુલા અને રોહન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્ન પછી અંશુલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. તસવીરોમાં અંશુલા સુંદર લહેંગામાં જોવા મળે છે, જ્યારે રોહન ઠક્કર શેર્વાનીમાં દેખાય છે. બંનેની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
અંશુલાએ એક ભાવુક પોસ્ટ લખી
તસવીરો શેર કરતી વખતે અંશુલાએ એક ભાવુક પોસ્ટ લખી હતી જેમાં તેણે રોહનને પોતાની 'સૌથી સુરક્ષિત જગ્યા' અને 'સૌથી સરળ પસંદ' ગણાવ્યો હતો. તેણે લખ્યું કે દરેક વળાંક અને દરેક આશ્ચર્ય વચ્ચે રોહન હંમેશા તેના જીવનનો ભાગ રહ્યો છે. લગ્નની તસવીરો સામે આવતા જ ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી બંનેને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને ફેન્સ તેમને નવા જીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો : Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા