પ્રખ્યાત તેલુગુ અને સાઉથ સિનેમાની અભિનેત્રી અનુપમા પરમેશ્વરન આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને કરેલા ચોંકાવનારા ખુલાસાના કારણે ચર્ચામાં છે. તેણીએ જણાવ્યું કે ભૂતકાળમાં તેના બોયફ્રેન્ડે તેને કેટલો માનસિક ત્રાસ અને પીડા આપી હતી, જેના કારણે તે વર્ષો સુધી ડિપ્રેશનમાં રહી અને સતત રડતી રહી હતી.

'પર્ધા'ના પ્રમોશનમાં કેમેરા સામે રડી પડી હતી અનુપમા

પોતાની ફિલ્મ 'પર્ધા' (Paradha) ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનુપમા અચાનક સ્ટેજ પર જ ભાંગી પડી અને રડવા લાગી હતી. તે સમયે ઘણા લોકોએ તેને માત્ર એક 'પબ્લિસિટી સ્ટંટ' કે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પરંતુ હવે અભિનેત્રીએ આ ઘટના પાછળનું સાચું અને દર્દનાક કારણ જાહેર કર્યું છે. "જે વ્યક્તિએ રક્ષણ કરવાનું હતું, તેણે જ અંદરથી તોડી નાખી".

ટોક્સિક રિલેશન પર અનુપમાએ કર્યો ખુલાસો

તાજેતરમાં ધ્યાન વર્માની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનુપમાએ પોતાની 'ઝેરી' (Toxic) રિલેશનશિપ વિશે વાત કરતા કહ્યું: "કલ્પના કરો કે તમે સ્ટેજ પર જાઓ તે પહેલાં જ તમારો બોયફ્રેન્ડ તમારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે. હું એવી વ્યક્તિ નથી જે ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ સ્ટેજ પર રડી પડે. પરંતુ મને એવી ખરાબ વાતો સાંભળવા મળતી હતી જે કોઈ પણ સ્ત્રી સાંભળવા ન ઈચ્છે. જે વ્યક્તિએ મને સંભાળવાની હતી, તે જ મને અંદરથી તોડી રહી હતી. હું બે વર્ષ સુધી બધું બરાબર હોવાનો ડોળ કરતી રહી, પણ એ દિવસે મારો સંયમ છૂટી ગયો."

એ પબ્લિસિટી નહોતી, હકીકત હતી..અનુપમા

અનુપમાએ સ્પષ્ટ કર્યું કે તેનો તે બનાવ ફિલ્મ પ્રમોશન કે પબ્લિસિટી સાથે કોઈ લેવાદેવા નહોતો, પરંતુ તે તેની જિંદગીનું વાસ્તવિક દર્દ હતું. ઈન્ટરનેટ યુઝર્સ અને ફેન્સ એવું માની રહ્યા છે કે અનુપમા જ્યારે અભિનેતા ધ્રુવ વિક્રમ સાથે સંબંધમાં હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. જોકે, આખી વાતચીત દરમિયાન અનુપમાએ તે પુરુષનું નામ લીધું નથી, જેથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.


આ પણ વાંચો : Khaki Ka Sitara: યુપી પોલીસનું ઓફિશિયલ ગીત લોન્ચ, અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો