બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરનું અભિનેત્રી મલાઈકા અરોરા સાથે ઘણા સમય પહેલા બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપ બાદ અર્જુન કપૂરનું નામ કોઈની સાથે જોડાયું નથી. એવું લાગે છે કે અર્જુન કપૂર હજુ સુધી મલાઈકા અરોરાને ભૂલીને આગળ વધી શક્યો નથી. અર્જુન સતત 2 દિવસથી રહસ્યમય પોસ્ટ શેર કરી રહ્યો છે.


અર્જુન કપૂરે કરી રહસ્યમય પોસ્ટ!

અર્જુન કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય નોટ શેર કરી છે. અભિનેતાએ લખ્યું હતું કે, 'ભૂતકાળને પકડી રાખવાથી તમારા આશીર્વાદ અવરોધાય છે એટલે કે હવે અભિનેતા ભૂતકાળને પાછળ છોડીને આગળ વધવાનો સંકેત આપતો જોવા મળે છે. એવું લાગે છે કે અર્જુન કપૂર સમજી ગયો છે કે તેણે જીવનમાં આગળ વધવું જોઈએ. નહીં તો ભવિષ્યમાં જે કંઈ સારું થવાનું છે તે જો ભૂતકાળમાં અટવાયેલું રહેશે તો તે અટકી જશે.

અર્જુન કપૂરે કેમ કરી આવી પોસ્ટ?

આ પોસ્ટ પહેલા પણ અર્જુને કંઈક એવું લખ્યું હતું કે, જે સંબંધો સાથે જોડાયેલું છે. અભિનેતાએ અપેક્ષાઓ વિશે વાત કરી હતી અને એક ખાસ સલાહ પણ આપી હતી. અર્જુન કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'તમારી અપેક્ષાઓ ઓછી કરો અને ધોરણો ઉંચા કરો.' આ જોઈને એવું લાગે છે કે, અર્જુન કપૂર પોતાના આગામી સંબંધ માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. તે ભૂતકાળમાંથી બહાર આવીને અને પોતાની અપેક્ષાઓ ઓછી કરીને ધોરણો ઉંચા કરવા માંગે છે. હવે જ્યારે તેણે આટલા બધા સંકેતો આપ્યા છે ત્યારે ફેન્સ પણ જાણવા માંગે છે કે, શું અર્જુન કપૂર મલાઈકા અરોરાથી આગળ વધી ગયો છે કે નહીં? હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ફરી જવાબ આપશે.

તમને જણાવી દઈએ કે, જ્યારે અર્જુન અને મલાઈકાના બ્રેકઅપની પુષ્ટિ થઈ ત્યારે ઘણા લોકોનું દિલ તૂટી ગયું હતું. તેમના લગ્નના અહેવાલો આવ્યા હતા. ફેન્સ આશા હતી કે આ કપલ ટૂંક સમયમાં લગ્ન કરશે. જોકે, આવું થયું નહીં પરંતુ બંને અલગ થઈ ગયા હતા. બ્રેકઅપ બાદ અર્જુન અને મલાઈકા મિત્રો બની ગયા છે.

  • Follow us on: