અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સએ પોતાના નજીકના લોકોની હાજરીમાં ઉત્તર ગોવાના માપુસામાં સબ રજીસ્ટ્રાર ઓફિસમાં જઇ લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. એક અહેવાલ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ મુજબ આ લગ્નને સબ રજીસ્ટ્રાર સુરજ વર્નેકરે રજીસ્ટર કર્યા હતા. અર્જુન અને ગેબ્રિએલા કેઝ્યુઅલ ડ્રેસમાં સાંજે 4 વાગ્યાની આસપાસ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચ્યા હતા. અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દક્ષિણ આફ્રિકાની છે. છેલ્લા 7 વર્ષથી લીવ ઇનમાં રહીને ડેટિંગ કર્યા બાદ બંને શુક્રવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પતિ પત્ની બન્યા હતા.
લીવ ઇનમાં રહીને માતાપિતા પણ બન્યા અર્જુન અને ગેબ્રિએલા
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સ વર્ષ 2019થી ડેટિંગ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી લીવ ઇનમાં રહ્યા બાદ તેઓ આરિક અને આરિવ બંને પુત્રોના માતાપિતા પણ બન્યા હતા. ગેબ્રિએલા અર્જુનથી 15 વર્ષ નાની છે. બંનેએ વર્ષ 2025માં સગાઇ પણ કરી હતી. બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જુને ગેબ્રિએલા સાથેની સગાઇ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. અને સંબંધને ઔપચારિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું.
