"ધમાલ 4"નું ગીત રિલીઝ થતા ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ગીતમાં અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, અંજલી આનંદ, અજય દેવગણ અને રવિ કિશનની મસ્તી ચાહકોને ખૂબ પસંદ આવી. ધમાલમાં અરશદ અને અજયની કોમિક એક્ટિંગ જોવા દર્શકો આતુર થયા છે. મુન્નાભાઈ એમ.બી.બી.એસ બાદ અરશદ વારસીની કોમિક એક્ટિંગના દર્શકો ફેન થઈ ગયા હતા. ફક્ત ધમાલ-4 જ નહીં આ વર્ષે અરશદ વારસી બોક્સ ઓફિસનો ધુરંધર બનશે. વર્ષ 2026નું વર્ષ અરશદ વારસી માટે લકી સાબિત થશે કારણ કે અભિનેતાની બેક-ટુ-બેક 4 ફિલ્મો રિલીઝ થવાની છે.


સોશિયલ મીડિયા પર "ધમાલ 4"ની ક્લિપ્સ બધે દેખાઈ રહી છે અને ચાહકો તેને શેર પણ કરી રહ્યા છે. આ વર્ષે જૂન મહિનાથી લઈને ડિસેમ્બર સુધી અરશદ વારસી થિયેટરો અને OTT પ્લેટફોર્મ પર રાજ કરવાના છે. ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા જેટલો લાંબો અને સફળ વારસો ધરાવતા અરશદ પાસે આ વર્ષે "પ્રીતમ એન્ડ પેડ્રો" થી લઈને "ધમાલ 4" સુધીની ચાર મોટી અને મોસ્ટ-અવેઇટેડ કોમેડી ડ્રામા ફિલ્મો લાઈનમાં છે.

વર્ષ 2026માં અરશદ વારસીની 4 ફિલ્મો રિલીઝ

ભારતની સૌથી સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝીસમાં તેમનો સતત દેખાવ સાબિત કરે છે કે કોમેડીના કિંગ તરીકે તેમનું સ્થાન અજોડ છે.  અક્ષય કુમાર સાથે મલ્ટી સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ', જેમાં સુનિલ શેટ્ટી, રવિના ટંડન, દિશા પટણી, લારા દત્તા અને સંજય દત્ત જેવા ધુરંધર કલાકારો છે. 'વેલકમ ટુ ધ જંગલ'માં અરશદ વારસી કરશે કમાલ. જુલાઈ મહિનાની શરૂઆતમાં રિલીઝ થતી પ્રીતમ અને પેડ્રોમાં અરશદ દેખાશે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી સાથે 'મુન્નાભાઈ MBBS' અને 'લગે રહો મુન્નાભાઈ' પછી અરશદની આ ત્રીજી ફિલ્મ છે. જયારે ધમાલ-4 અને ગોલમાલ-5માં અજય-અરશદની જોડી બોક્સ ઓફિસ પર મચાવશે તોફાન.

અરશદ વારસી બેક-ટુ-બેક ફિલ્મોને ઉત્સાહિત

બેક-ટુ-બેક ફિલ્મોની રિલીઝને લઈને અરશદ વારસી ભારે ઉત્સાહિત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું હતું કે, "હું ખૂબ જ ખુશ અને એક્સાઇટેડ છું કારણ કે મારી ફિલ્મો બેક-ટુ-બેક રિલીઝ થઈ રહી છે. વાચકો અને દર્શકો મારા પાત્રો પર કેવો પ્રતિભાવ આપે છે તે જાણવા હું આતુર છું." રાજકુમાર હિરાણી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "રાજુ સાથે કામ કરવું મારા માટે હંમેશા ખાસ રહ્યું છે. એક રીતે તેમણે જ મારી કારકિર્દીને નવી ઉંચાઈઓ આપી છે. 'પ્રીતમ અને પેડ્રો' માં મને પેડ્રોની ભૂમિકા ભજવવાની ખૂબ મજા આવી. તે એટલો અનોખો વ્યક્તિ છે કે તમે તેને સ્ક્રીન પર જોશો ત્યારે જ સમજી શકશો."

  • Follow us on: