બોલીવુડના મશહૂર સિંગર આશા ભોંસલેનું 12 એપ્રિલ (રવિવાર) ના રોજ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. 11 એપ્રિલ (શનિવાર) ના રોજ અચાનક તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ચેસ્ટમાં ઇન્ફેક્શન હોવાના કારણે તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે. 

કેટલી છે આશા ભોંસલેની નેટવર્થ?

એક રિપોર્ટ મુજબ, આશા ભોંસલેની નેટવર્થ 80 થી 100 કરોડ રૂપિયા છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત તેમની લાંબી અને સફળ સંગીત કારકિર્દી રહી છે. તેમણે દાયકાઓ સુધી હિટ ગીતો અને આલ્બમ્સ દ્વારા સારી કમાણી કરી. આ ઉપરાંત દેશ-વિદેશમાં થતા તેમના લાઈવ શો અને મ્યુઝિકલ ટૂર પણ તેમની કમાણીનું મોટું સાધન રહ્યા છે. વળી, તેમના જૂના ગીતોના ડિજિટલ સ્ટ્રીમિંગ અને રેડિયો પર સતત વાગવાથી તેમને સતત રોયલ્ટી પણ મળતી રહેતી હતી. આ સિવાય આશા ભોંસલે એક મશહૂર રેસ્ટોરન્ટ ચેઈન Asha's ચલાવતા હતા. તેમના રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ છે. અનેક શહેરોમાં આ રેસ્ટોરન્ટ છે. ગાયિકા પાસે અનેક લક્ઝરી કાર પણ છે. મુંબઈ અને પુણેમાં તેમની આલીશાન પ્રોપર્ટી પણ છે.

આશા ભોંસલેની પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફમાં આશા ભોંસલેએ 2 લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન ગણપત રાવ સાથે થયા હતા. જોકે, 11 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા. ગણપત રાવથી આશા ભોંસલેને ત્રણ બાળકો (વર્ષા ભોંસલે, હેમંત ભોંસલે અને આનંદ ભોંસલે) થયા. ત્યારબાદ આશા ભોંસલેએ 1980માં મ્યુઝિક ડાયરેક્ટર આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા. તેઓ આશા ભોંસલેથી 6 વર્ષ નાના હતા. આશા ભોંસલે અને આર.ડી. બર્મનનું પોતાનું કોઈ સંતાન નથી.
https://www.instagram.com/reel/DEHpMZONJ85/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આશા ભોંસલેના 2 બાળકોનું નિધન

ગાયિકાની પુત્રી વર્ષા ભોંસલેએ વર્ષ 2012માં આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે 2015માં તેમના પુત્ર હેમંત ભોંસલેનું કેન્સરના કારણે નિધન થયું હતું. આશા ભોંસલેના પુત્ર આનંદ ભોંસલે મોટા બિઝનેસમેન છે. એવામાં એ સ્પષ્ટ છે કે આશા ભોંસલેની સંપત્તિના અસલી વારસદાર તેમના એકમાત્ર પુત્ર આનંદ ભોંસલે છે.

મોટા પડદા પર બતાવ્યું એક્ટિંગનું કૌશલ્ય

આશા ભોંસલેએ પોતાની કરિયરમાં એકથી એક ચડિયાતા ગીતો ગાયા. હિન્દી સિવાય તેઓ કુલ 20 ભારતીય અને વિદેશી ભાષાઓમાં ગીતો ગાઈ ચૂક્યા છે. સિંગિંગ ઉપરાંત આશા ભોંસલેએ એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. વર્ષ 2013માં આશા ભોંસલેએ એક મરાઠી ફિલ્મ માઈ માં અભિનય કર્યો હતો.

આ પણ વાંચો-Shubhangi Atre : 19 વર્ષની ઉંમરે લગ્ન અને 22 વર્ષ બાદ છૂટાછેડા, કંઈક આવી રહી ભાભીજીની લવ લાઈફ!