ટીવીની જાણીતી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ પોતાની કરિયરમાં ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, પરંતુ ભાભીજી ઘર પર હૈ શોએ તેને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી દીધી. આ શોમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને તેણે એક ખાસ ઓળખ બનાવી છે. આજે 11 એપ્રિલના રોજ શુભાંગી અત્રે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે.
શુભાંગી અત્રેની કરિયર
શુભાંગી અત્રેએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2007માં એકતા કપૂરના શો કસૌટી જિંદગી કીથી કરી હતી. ત્યારબાદ તે કસ્તુરી, કુમકુમ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને ચિડિયા ઘર જેવી ઘણી સીરિયલ્સમાં જોવા મળી. જોકે, તેને સૌથી વધુ સફળતા ભાભીજી ઘર પર હૈથી મળી. તેણે 10 વર્ષ સુધી આ પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીત્યા છે.
