અવનીત કૌર પોતાના ટ્રાન્સફોર્મેશન અને ગ્લેમરસ લુક્સને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના ગ્લોઅપને જોઈને ઘણા લોકો અંદાજો લગાવે છે કે તેણે બોટોક્સ અથવા કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે. હવે આ તમામ બાબતો પર ખુદ અવનીતે ખુલીને જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે સ્પષ્ટ કર્યું કે તેના લુક્સમાં જે બદલાવ દેખાઈ રહ્યો છે, તે પૂરી રીતે નેચરલ છે. ઉંમરની સાથે દરેક માણસના ફીચર્સ બદલાય છે અને આવું જ તેની સાથે પણ થયું છે.

આપણા ફીચર્સ ચેન્જ થાય છે- અવનીત કૌર

એક ઇન્ટરવ્યૂમાં અવનીતને પૂછવામાં આવ્યું કે જ્યારે તમારું ગ્લોઅપ થઈ જાય છે અને લોકો સમજે છે કે તેણે ચોક્કસપણે સર્જરી કરાવી છે અથવા બોટોક્સ કરાવ્યું છે. શું તમને પણ આવી કમેન્ટ્સ આવે છે? આના પર અવનીત કૌરે કહ્યું કે, હું બધી કમેન્ટ્સ નથી જોતી. પરંતુ આ બાબતમાં હું એટલું જ કહેવા માંગીશ કે તમે તમારા બાળપણના ફોટા જુઓ અને અત્યારના જુઓ. તમે લોકો પણ અલગ જ દેખાતા હશો. બધા મોટા થાય છે, આપણા ફીચર્સ થોડા ચેન્જ થાય છે.
https://www.instagram.com/reel/DXHlcGKTL4R/?utm_source=ig_web_copy_link

જેમ તમે મોટા થાઓ છો તેમ તમે એક અલગ વ્યક્તિ બનો છો અને મારા પણ ફીચર્સ ખૂબ ચેન્જ થયા છે. હું હજી મોટી થઈશ તો હંમેશા આવી જ નહીં દેખાવું. આ બધું ખૂબ જ નેચરલ છે, મેં કોઈ સર્જરી કે બોટોક્સ કરાવ્યું નથી. હું બાળપણથી અત્યાર સુધી એવી જ છું, મારી આંખો સેમ છે. હું જેવી પણ દેખાવું છું એ બધું નેચરલ છે, મારી મમ્મીના કારણે.

નાની ઉંમરથી કરી રહી છે કામ

અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને ધીરે ધીરે પોતાની અલગ ઓળખ બનાવી. બાળપણથી લઈને અત્યાર સુધી તેના લુક્સમાં આવેલા બદલાવને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી રહે છે. ઘણીવાર સર્જરી કે બોટોક્સ કરાવવાને લઈને સોશિયલ મીડિયા પર અટકળો પણ સામે આવી હતી. જોકે, અવનીત હંમેશા પોતાના કામ અને કોન્ફિડન્સ પર ફોકસ કરતી રહી છે.

આ પણ વાંચો- Asha Bhosle Property : કરોડોની સંપત્તિ મૂકી ગયા છે આશા ભોંસલે, કોણ હશે આ આલીશાન વારસાના અસલી વારસદાર?