સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ પર અવારનવાર બોલીવુડ સેલેબ્સ પણ પહોંચે છે અને બિગ બી સામે હોટ સીટ પર બેસીને રમતની મજા માણે છે. હાલમાં જ બોલીવુડના જાણીતા એક્ટર અને સિંગર આયુષ્માન ખુરાનાએ પણ કૌન બનેગા કરોડપતિ 18 માં પોતાની હાજરી નોંધાવી. આ દરમિયાન તેમની સાથે એક્ટ્રેસ સારા અલી ખાન પણ હાજર હતી. ત્રણેય સ્ટાર્સ વચ્ચે થયેલી વાતચીત વખતે આયુષ્માન ખુરાના બિગ બી પાસે માફી માગતા પણ જોવા મળ્યા.
કેબીસી 18માં પહોંચ્યા આયુષ્માન અને સારા
સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ઉડતા તીરને લઈને ચર્ચામાં છે. બંને આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે અમિતાભ બચ્ચનના ક્વિઝ શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન આયુષ્માને એક બાબતને લઈને બિગ બી પાસે માફી માંગી, જ્યારે સારાએ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

