તમિલનાડુના મુખ્યમંત્રી અને એક્ટર થલાપતિ વિજયના દીકરા જેસન સંજયે એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે. તેણે ફિલ્મ સિગ્માનું ડિરેક્શન કર્યું છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જેસને જોરશોરથી આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

કોલેજના પ્રેમ અને બ્રેકઅપ પર જેસન સંજયનો ખુલાસો

હાલમાં જ તેણે પહેલી વાર પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી છે. જેસને જણાવ્યું કે તેનું બ્રેકઅપ કેવી રીતે થયું હતું. વીજે સિદ્ધુ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, મારો માત્ર એક જ પ્રેમ રહ્યો છે. આ બહુ પહેલાંની વાત છે, જ્યારે અમે કોલેજમાં હતાં. અમારા બંનેનું રિલેશનશિપ દોઢ વર્ષ ચાલ્યું હતું. અમારું મ્યુચ્યુઅલ બ્રેકઅપ હતું. અમે એકબીજા સાથે વાતચીત કરી અને પછી અલગ થવાનો નિર્ણય કર્યો.
Thalapathy Vijay, Jason Sanjay (1)

બ્રેકઅપમાં પોતાને કેવી રીતે સંભાળ્યો?

જેસને ફિલ્મમેકિંગનો અભ્યાસ કર્યો છે. તેણે વિદેશમાં ભણતર પૂરું કર્યું છે. તેણે જણાવ્યું કે તે જ્યારે વિદેશમાં હતો ત્યારે બ્રેકઅપ થયું હતું. અંતર વધી જવાને કારણે આ બ્રેકઅપમાં સ્પષ્ટતા આવી ગઈ અને તેણે એકલતા પણ અનુભવી હતી. તેણે જણાવ્યું કે બ્રેકઅપ દરમિયાન તે સતત ફેવરિટ ગીતો સાંભળતો હતો. તેને યુવાન શંકર રાજાના ગીતો ખૂબ ગમે છે.
https://www.instagram.com/p/DeEm0RUkxv0/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

આગળ તેણે જણાવ્યું કે તે જાણીજોઈને સોશિયલ મીડિયાથી દૂર રહે છે. તેણે કહ્યું કે, મારો ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ પોસ્ટ કરવાનો કોઈ પ્લાન નથી. જો આપણે બ્રેકઅપ પછી સ્ટોરીઝ પોસ્ટ કરીએ અને ફરી કનેક્ટ થઈએ, તો તેમાંથી બહાર નથી નીકળી શકાતું. તેથી અમે અંતર જાળવી રાખ્યું. હું એ વસ્તુઓ નથી કરતો જે મારે નથી કરવી. હું ઠીક છું અને અમે બંને આગળ વધી ચૂક્યા છીએ. તે પછી હું સિગ્માના કામમાં જોડાઈ ગયો. ફિલ્મ સિગ્માની વાત કરીએ તો આ એક એક્શન એડવેન્ચર કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં સંદીપ કિશન, ફારિયા અબ્દુલ્લા, રાજુ સુંદરમ, સંપત રાજ, શિવ પંડિત, અનબુ થસન અને યોગ જાપી જેવા સ્ટાર્સ જોવા મળ્યા છે.

જન નાયકનના કારણે ફિલ્મ પાછી ઠેલાઈ

ફિલ્મ પહેલાં 31 જુલાઈએ રિલીઝ થવાની હતી. પરંતુ પછી ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. હકીકતમાં 31 જુલાઈએ થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન રિલીઝ થઈ હતી. પોલિટિક્સમાં આવ્યા પછી વિજયે ફિલ્મોમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે, તેથી જન નાયકન તેમની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે ટક્કરથી બચવા માટે 'સિગ્મા' ની રિલીઝ પાછી ઠેલવામાં આવી હતી. હવે સિગ્મા 2 ઓક્ટોબરે રિલીઝ થઈ ગઈ છે.

આ પણ વાંચો-Rajpal Yadav : રાજપાલ યાદવ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ! કડક ફટકાર લગાવી આપ્યું છેલ્લું અલ્ટીમેટમ