લોકપ્રિય સિટકોમ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મેગા ટ્વિસ્ટ આવવાનો છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં જેઠાલાલ બાપુજીને શોધતા ખૂબ જ હેરાન-પરેશાન દેખાઈ રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ એ છે કે બાપુજી ગુમ થઈ ગયા છે. ગોકુલધામ સોસાયટીમાં જેવી આ ખબર ફેલાય છે, બધાના હોશ ઉડી જાય છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ચંપક ચાચાની શોધમાં લાગી જાય છે.
તારક મહેતામાં નવો ટ્વિસ્ટ
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે જેઠાલાલ સોસાયટીમાં દરેકના ઘરે જઈને બાપુજી વિશે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ દરેક જણ તેમને એક જ જવાબ આપી રહ્યા છે કે બાપુજી તેમના ઘરે નથી. મુશ્કેલી એ છે કે બાપુજી પોતાનો ફોન ઘરે મૂકીને બહાર નીકળ્યા છે, તેથી કોઈ ફોન કરીને પણ તેમની ભાળ મેળવી શકતું નથી. એક તરફ જ્યાં બધા જ ગોકુલધામવાસીઓ ચિંતામાં છે, ત્યાં પોપટલાલને અહીં પણ પોતાના લગ્નની જ પડી છે. તે કહે છે- ચાચાજીને જલ્દી શોધવા પડશે કારણ કે તેમણે મારા માટે એક માંગુ (સંબંધ) શોધી રાખ્યું છે. પોપટલાલની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકો પોતાનું માથું કૂટવા લાગે છે.
પરંતુ સ્ટોરીમાં ત્યારે મોટો વળાંક આવે છે જ્યારે જેઠાલાલ પ્રોમોમાં કોઈની સાથે ફોન પર વાત કરતા દેખાય છે. તે પૂછે છે- શું બાપુજી તમારી સાથે છે? જવાબમાં જેઠાલાલને સામેવાળી વ્યક્તિ પાસેથી ખરાબ સમાચાર સાંભળવા મળે છે. તે વ્યક્તિ રડતા-રડતા કહે છે- બાપુજી તો ચાલ્યા ગયા, તે આપણને બધાને છોડીને ચાલ્યા ગયા. આ સાંભળતા જ જેઠાલાલની હાલત ખરાબ થઈ જાય છે અને તે ફોન પર જ ચીસો પાડવા લાગે છે.
શું બાપુજીનું પાત્ર ખતમ થઈ જશે?
શોમાં બાપુજીના નિધનની વાત થઈ રહી છે, પણ આ સત્ય છે કે કોઈ ગેરસમજ.. તે એપિસોડ ઓન-એર થયા પછી જ ખબર પડશે. જોકે, લાગે છે કે લોકોને બાપુજી ગુમ થવાનો આ ટ્રેક પસંદ આવ્યો નથી, તેથી જ કમેન્ટ સેક્શનમાં લોકો મેકર્સને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ક્યાં સુધી મેકર્સ જૂના ટ્રેક જ રિપીટ કરશે અને કેમ કંઈ નવું લાવતા નથી.
યુઝર્સે કરી ટીકા
એક યુઝરે લખ્યું- કંઈક નવું લાવો, વારંવાર એ જ પ્લોટ. બીજાએ લખ્યું- એક વધુ બકવાસ એપિસોડ. કેટલાક યુઝર્સે તો અસિત મોદીને શો બંધ કરવાની માંગ પણ કરી છે. તો વળી કેટલીક એવી પણ અટકળો ચાલી રહી છે કે બાપુજીનો રોલ ભજવતા અમિત ભટ્ટ શો છોડવાના છે, તેથી મેકર્સ આ પ્રકારનો ટ્રેક બતાવી રહ્યા છે. અમિત ભટ્ટ શો છોડશે કે નહીં તે અંગેનું સત્ય આગામી દિવસોમાં જ ખબર પડશે.
આ પણ વાંચો- 2 કલાક 42 મિનિટનો હાઈ-વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા! રિલીઝ થતાની સાથે જ OTT પર ટ્રેન્ડ થઈ આ થ્રિલર ફિલ્મ