આ અઠવાડિયે થિયેટરોમાં જ નહીં પરંતુ OTT પર પણ ઘણું બધું જોવા મળવાનું છે. જો તમે રોમેન્ટિક કે હોરર સિવાય કંઈક ધમાકેદાર જોવાનું વિચારી રહ્યા હોવ, તો તમે મલયાલમ એક્ટર નિવિન પૌલીની નવી પોલિટિકલ થ્રિલર ફિલ્મ 'પ્રતિછાયા' જોઈ શકો છો, જેમાં તેમની સાથે બાલચંદ્ર મેનન, સબિતા આનંદ જેવા શ્રેષ્ઠ કલાકારો છે. આ ફિલ્મ 26 માર્ચ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દર્શકો તરફથી તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ હવે તમે આ ફિલ્મનો આનંદ ઘરે બેઠા માણી શકો છો. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ ગઈ છે.

પ્રતિછાયાને OTT પર ક્યાં જોવી?

મલયાલમ પોલિટિકલ થ્રિલર ફિલ્મ પ્રતિછાયા હવે જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર જોવા માટે ઉપલબ્ધ છે. દર્શકો આ ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ સહિત અનેક ભાષાઓમાં સ્ટ્રીમ કરી શકે છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર Sacnilk મુજબ, પ્રતિછાયા એ ભારતીય બોક્સ ઓફિસ પર 755 શોમાં 0.70 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું અને 23% ઓક્યુપન્સી નોંધાવી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆત ધીમી રહી હતી અને રિલીઝના પહેલા અઠવાડિયામાં જ નિવિન પૌલી સ્ટારર આ ફિલ્મે 4.06 કરોડ રૂપિયા કમાયા હતા. વિશ્વભરના બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 8.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પ્રતિછાયાની સ્ટોરી

બી ઉન્નીકૃષ્ણન દ્વારા લેખિત અને નિર્દેશિત પ્રતિછાયા એક પિતા અને પુત્રની સ્ટોરી છે, જેમના જીવન વારસો અને મહત્વકાંક્ષાને લઈને પરસ્પર ટકરાય છે. આ ફિલ્મ સત્તાની કિંમત દર્શાવે છે અને એ સવાલ ઉઠાવે છે કે પૈસા અને પદ-પ્રતિષ્ઠાથી પર સાચી સફળતાનો અસલી અર્થ શું છે. આમાં નિવિન પૌલી અને બાલચંદ્ર મેનન ઉપરાંત, શરફ યુ દીન, હરીશ્રી અશોકન, એન ઓગસ્ટિન, સાઈકુમાર, મનિયનપિલ્લા રાજુ, નિશાંત સાગર અને સબિતા આનંદ પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે.
https://www.instagram.com/p/DXe_0pZk8e2/?utm_source=ig_web_copy_link

નિવિન પૌલીનું વર્ક ફ્રન્ટ

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, નિવિન પૌલી છેલ્લે ફેમિલી થ્રિલર બેબી ગર્લમાં લિજોમોલ જોસ અને સંગીત પ્રતાપ સાથે જોવા મળ્યા હતા. આ પહેલા તે કોમેડી ડ્રામા સર્વમ માયામાં પણ જોવા મળ્યા હતા, જેને દર્શકો તરફથી પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે. નિવિન પૌલી પ્રેમમ, બેંગ્લોર ડેઝ, એક્શન હીરો બીજુ અને નેરમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

આ પણ વાંચો- HIT, સુપરહિટ, બ્લોકબસ્ટર...આ ફિલ્મે કરી અધધ કમાણી, 500% નફા સાથે માલામાલ થયા મેકર્સ!