ફિલ્મી દુનિયાના લોકોનું જીવન બહારના લોકોને જેટલું સુંદર અને હસીન લાગે છે, હકીકતમાં તે તેનાથી ઉલટું હોય છે. ન તો તેટલી ચમક હોય છે અને ન તો શાંતિ હોય છે. તેજ રફ્તાર જિંદગી, રૂપાળી દુનિયા અને બહારની સુંદરતા દેખાડવાના ચક્કરમાં સિતારાઓ ક્યાંક ખોવાઈ જાય છે. કેટલાક આ બધામાં ઢળી જાય છે તો વળી કેટલાક એવા હોય છે જેઓ ખૂબ જ એકલતા અનુભવે છે. તેમને આ જિંદગી નકલી, બનાવટી અને તર્કહીન લાગે છે. એવામાં ઘણીવાર આ સિતારાઓ ફિલ્મી દુનિયા છોડીને અલગ જિંદગી પસંદ કરી લે છે. કેટલાક દેશ છોડી દે છે, કેટલાક બિઝનેસ કરવા લાગે છે તો કેટલાક નોકરીઓ પણ કરે છે, પરંતુ જૂજ લોકો જ એવા હોય છે, જેમનો આ ગ્લેમરની દુનિયાથી એવો મોહભંગ થાય છે કે તેઓ ધર્મ અને આધ્યાત્મની રાહ પર ચાલી નીકળે છે. આવી જ એક હસીના 90ના દાયકામાં બોલીવુડમાં આવી હતી. ક્યારેક સુંદરતામાં ઐશ્વર્યા રાયને ટક્કર આપનારી આ એક્ટ્રેસ આજે બધું છોડીને સંન્યાસી બની ગઈ છે અને બૌદ્ધ ભિક્ષુ બનીને જિંદગી વિતાવી રહી છે.
કોણ છે આ એક્ટ્રેસ?
બોલીવુડની ચકાચૌંધ ભરેલી દુનિયા, ગ્લેમર, શોહરત અને ફેન્સનો પ્રેમ છોડવો સરળ નથી હોતો. આ ઝગમગતી દુનિયા વચ્ચે પણ ભીતરની રોશની શોધી શકવી બહુ ઓછા લોકો માટે સંભવ હોય છે અને તેમાંથી એક છે બરખા મદાન. બરખાએ ફિલ્મી દુનિયાને પૂરી રીતે અલવિદા કહી દીધું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને બરખા ધર્મ અને સાધનાના રસ્તા પર ચાલી નીકળી છે. ક્યારેય રેડ કાર્પેટ અને મોટા પડદા પર રાજ કરનારી આ એક્ટ્રેસની જિંદગી આજે પૂરી રીતે બદલાઈ ગઈ છે. તે જે રસ્તા પર ચાલી રહી છે તે ભલે જોવામાં સરળ લાગે પરંતુ તેના પર ચાલવું લોઢાના ચણા ચાવવા જેવું છે.
https://www.instagram.com/reel/DLJ0EZ_RbBy/?utm_source=ig_web_copy_link
મોડેલિંગની દુનિયાનું પ્રખ્યાત નામ
બરખાનું જીવન શરૂઆતમાં ગ્લેમરની દુનિયા તરફ આકર્ષાયું. 1994માં તેણે મિસ ઇન્ડિયામાં ભાગ લીધો, તે શો જીતી તો ન શકી, પરંતુ તેને મિસ ટુરિઝમ ઇન્ડિયાનો ખિતાબ મળ્યો. આ જ વર્ષે ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેન પણ આ બ્યુટી પેજન્ટનો હિસ્સો બની હતી અને ત્રણેયનો જલવો રેમ્પ પર એકસાથે જોવા મળ્યો હતો. કહેવાય છે કે બરખાએ આ બંને સુંદર હસીનાઓને કડી ટક્કર આપી હતી. આ સિવાય બરખાએ ઇન્ટરનેશનલ બ્યુટી પેજન્ટમાં પણ ભાગ લીધો અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આ સાથે જ તે ફેમસ મોડેલ બની ગઈ, જે રેમ્પ પર જેટલી કોન્ફિડન્ટ હતી, તેટલી અંદરથી નહોતી. ફિલ્મી દુનિયામાં હોવા છતાં તેનું ધ્યાન પહાડી વાદીઓમાં ભટકી રહ્યું હતું.
ફિલ્મો અને ટીવી પર કર્યું કામ
મોડેલિંગ પછી તેણે બોલીવુડમાં પગ મૂક્યો. 1996માં તેણે અક્ષય કુમારની ફિલ્મ ખિલાડીયોં કા ખિલાડીમાં કામ કર્યું. તે રેખા અને રવીના ટંડન સાથે જોવા મળી. ત્યારબાદ રામ ગોપાલ વર્માની ફિલ્મ ભૂત માં જોવા મળી. વર્ષ 2003માં આવેલી આ ફિલ્મમાં તેણે મનજીતનો રોલ પ્લે કર્યો હતો, જેણે લોકોને ખૂબ ડરાવ્યા હતા. બરખાની કારકિર્દી અહીં જ ન અટકી, તેણે ટીવી તરફ પણ ડગ માંડ્યા. ન્યાય, 1857 ક્રાંતિ અને સાત ફેરે જેવા લોકપ્રિય શૉઝમાં દમદાર રોલ નિભાવ્યા.
https://www.instagram.com/p/DKALinFhYPV/?utm_source=ig_web_copy_link
અંદરથી બદલાઈ ગઈ બરખા
એક તરફ બરખાની કારકિર્દી શિખર પર હતી, તો બીજી તરફ તેનું મન ખુશ નહોતું, તે અંદરથી તૂટેલું અને વિખરાયેલું અનુભવતી હતી. એક તરફ તેને સફળતા મળી રહી હતી, પરંતુ મનોમન તેની બેચેની વધી રહી હતી. બરખાના મનમાં એક સવાલ વારંવાર આવતો હતો, શું ફક્ત અહીં સુધી જ છે જીવન? તે સિતારાઓ વચ્ચે ઘેરાયેલી રહીને પણ પોતાની જાતને એકલી પામતી હતી. તેની અંદર એવી શૂન્યતા પેદા થઈ જેને ન તો શોહરતથી ભરી શકાતી હતી કે ન તો પૈસાથી. પછી તેણે પોતાના અંતર આત્માનો અવાજ સાંભળ્યો અને દલાઈ લામાના શિક્ષણથી પ્રભાવિત થઈ ગઈ. તેમની વાતોએ એવી રીતે પ્રભાવિત કરી કે તેણે ગ્લેમર વર્લ્ડ છોડી દીધું અને તે બૌદ્ધ ધર્મના પુસ્તકો વાંચવા લાગી અને આ બાબતે તેને પૂરી રીતે બદલી નાખી.
હવે કેવી છે જિંદગી?
વર્ષ 2012માં બરખા મદાનએ એવો નિર્ણય લીધો જે કોઈના પણ માટે આસાન નથી. તેણે બોલીવુડને અલવિદા કહ્યું અને બૌદ્ધ ભિક્ષુ બની ગઈ. તે હિમાચલની વાદીઓમાં જઈને વસી ગઈ. તેણે જૂની ઓળખ છોડીને પોતાનું નામ ગ્યાલ્ટેન સમતેન રાખી લીધું. હિમાલયની શાંત વાદીઓમાં તે પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે. બૌદ્ધ પરંપરાઓનું પાલન કરતા તે સાધારણ જીવન જીવે છે. રૂપ-રંગનો મોહ તેણે છોડી દીધો છે. તે હંમેશા મરૂન ચોગો પહેરે છે, જેવો બૌદ્ધ મંક પહેરે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે. તે અનેક સેમિનારનો હિસ્સો બને છે અને લોકોને બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપે છે. તે ઘણીવાર દલાઈ લામાને મળી ચૂકી છે અને હવે તેમની જ વાતોનો પ્રચાર કરે છે.
આ પણ વાંચો- Thalapathy Vijay : મસ્જિદમાં નમાજ અને મંદિરમાં પ્રાર્થના, માતા હિન્દુ અને પિતા ખ્રિસ્તી...કયા ધર્મને માને છે થલાપતિ?