તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ વખતે અભિનેતા થલપતિ વિજયની પાર્ટી TVK એ રાજ્યમાં કમાલનું પ્રદર્શન કર્યું છે. બે વર્ષ પહેલાં બનેલી TVK ચૂંટણી પરિણામોમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. TVK એ 234 બેઠકોમાંથી 108 બેઠકો પર જીત મેળવી છે (વિજય બે બેઠકો પરથી જીત્યા છે). આ જીત પછી દરેક લોકો વિજય વિશે જાણવા માટે ઉત્સુક છે. વિજયને ફિલ્મો દ્વારા આખા દેશે જોયા છે, પરંતુ અંગત જીવનમાં તેઓ કોણ છે? તે વિશે બહુ ઓછા લોકો જાણે છે. વિજયની માતા હિન્દુ છે અને પિતા ખ્રિસ્તી, આવામાં લોકો ઇન્ટરનેટ પર વિજય કયા ધર્મને માને છે? તે વિશે પણ શોધી રહ્યા છે.


થલપતિ વિજય

થલપતિ વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેઓ બે ધર્મોનો સંગમ છે. ખરેખર વિજયનો જન્મ તમિલનાડુમાં એક કેથોલિક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ એસ.એ. ચંદ્રશેખર છે અને તેઓ ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ ધરાવે છે. તેઓ તમિલ સિનેમાના એક પ્રખ્યાત નિર્દેશક રહ્યા છે અને તેમના પુત્રને સુપરસ્ટાર બનાવવામાં તેમનું મોટું યોગદાન માનવામાં આવે છે. બીજી તરફ તેમની માતાનું નામ શોભા ચંદ્રશેખર છે જે હિન્દુ ધર્મમાંથી આવે છે અને એક પ્રખ્યાત પ્લેબેક સિંગર રહ્યા છે. વિજયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના માતા-પિતા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ તેમણે લગ્ન કરી લીધા હતા.


વિજય કયા ધર્મને માને છે?

ભલે વિજયની માતા હિન્દુ છે અને પિતા ખ્રિસ્તી, પરંતુ વિજયે કોઈ એક ધર્મને અપનાવ્યો નથી. જોકે તેઓ પોતે કહી ચૂક્યા છે કે તેઓ ઈશ્વરમાં પૂરો વિશ્વાસ ધરાવે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, હું ઈશ્વરમાં વિશ્વાસ રાખનારો વ્યક્તિ છું. હું ચર્ચ જાઉં છું, મેં થુપ્પાક્કીના શૂટિંગ દરમિયાન મંદિર અને અમીન પીર દરગાહની પણ મુલાકાત લીધી હતી. મેં આ બધી જગ્યાએ દિવ્ય અનુભૂતિનો અહેસાસ કર્યો. મારી માતા હિન્દુ છે અને પિતા ખ્રિસ્તી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. હું એવા પરિવારમાં ઉછર્યો છું જ્યાં મને ક્યાં જવું અને ક્યાં ન જવું તે બાબતે કોઈ રોકટોક કરવામાં આવી નથી. આ જ વાત મેં મારા બાળકોને પણ શીખવાડી છે.


વિજયે ઇન્ટરવ્યુમાં જે વાતો જણાવી હતી તે ઘણી વખત જોવા પણ મળી છે. તેઓ અવારનવાર તેમની માતા સાથે મંદિર જતાં જોવા મળે છે. તેમના કપાળ પર ચંદન અને ગળામાં રુદ્રાક્ષની માળા પણ ઘણી વખત જોવામાં આવી છે. તો બીજી તરફ વિજય રમઝાન મહિનામાં ઇફ્તાર પાર્ટી કરતા પણ જોવા મળ્યા હતા. નમાઝ પઢતા હોય તેવી તેમની તસવીરો પણ સામે આવી ચૂકી છે. અંગત જીવનમાં તેઓ ભલે ગમે તે ધર્મને માનતા હોય, પરંતુ જાહેર જીવનમાં તેઓ દરેક ધર્મનું સન્માન કરતા જોવા મળે છે.

વિજયે બનાવ્યું સાંઈ મંદિર

વિજયની માતા શોભા સાંઈ બાબાની ખૂબ મોટી ભક્ત છે. તેમની ઈચ્છા હતી કે તેઓ એક સાંઈ મંદિર બનાવે. આવામાં વિજયે પોતાની માતાની ઈચ્છા પૂરી કરી. તેમણે ચેન્નાઈના કોરાટ્ટૂરમાં એક ખૂબ મોટું સાંઈ મંદિર પણ બનાવ્યું છે.

આ પણ વાંચો- TamilNadu ચૂંટણીમાં વિજયની પાર્ટી TVKનો જલવો, જન્મદિવસ પર થલાપતિને મળવા તેમના ઘરે પહોંચી તૃષા કૃષ્ણન

  • Follow us on: