બોલીવુડમાં આ દિવસોમાં માત્ર એક જ ફિલ્મની જોરદાર ચર્ચા છે અને તે છે અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ભૂત બંગલા. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને વર્ષ 2026ની સૌથી મોટી રિલીઝમાંથી એક માનવામાં આવી રહી છે.


અક્ષય-પ્રિયદર્શનની જોડીની વાપસી

આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે લગભગ 16 વર્ષના લાંબા ગાળા બાદ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્ગજ નિર્દેશક પ્રિયદર્શનની જોડી મોટા પડદા પર વાપસી કરી રહી છે. અગાઉ આ જોડીએ ખટ્ટા મીઠા જેવી યાદગાર ફિલ્મ આપી હતી. પ્રિયદર્શન અને અક્ષયની કેમેસ્ટ્રી હંમેશા બેસ્ટ કોમિક ટાઇમિંગ અને મનોરંજન માટે જાણીતી રહી છે, તેથી જ ફેન્સની અપેક્ષાઓ સાતમા આસમાને છે.

સોશિયલ મીડિયા પર શરૂઆતી રિવ્યુ વાયરલ

ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર એક રિવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેણે ફિલ્મ પ્રેમીઓની ઉત્સુકતા બમણી કરી દીધી છે. ઇન્ટરનેટ પર જે પ્રતિસાદ મળી રહ્યો છે તે અત્યંત સકારાત્મક છે. ફિલ્મને પ્યોર એન્ટરટેઈનમેન્ટ ગણાવતા એક યુઝરે તેને 5 માંથી 4 સ્ટાર આપ્યા છે. રિવ્યુ અનુસાર, ભૂત બંગલા એક નક્કર હોરર-કોમેડી છે જે હાસ્યની સાથે ડરામણી પળોનું સચોટ સંતુલન જાળવે છે. ફિલ્મનો પહેલો ભાગ રમુજી છે, જ્યારે બીજો ભાગ દર્શકોને જકડી રાખવામાં સફળ રહ્યો છે. સાથે જ ક્લાઈમેક્સને ઘણો ચોંકાવનારો ગણાવવામાં આવ્યો છે.


શાનદાર કાસ્ટ અને પરફોર્મન્સ

યુઝરે એક્સ (X) પર અક્ષય કુમારના અભિનયની પ્રશંસા કરી છે, પરંતુ ફિલ્મની અસલી જાન તેની સહાયક કાસ્ટને ગણાવી છે. તેણે લખ્યું કે, અક્ષય કુમાર ચમક્યા છે, જ્યારે પરેશ રાવલ અને રાજપાલ યાદવ એ મનોરંજનનું સ્તર વધાર્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં તબુ અને વામિકા ગબ્બી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. પ્રિયદર્શનએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કોમેડી રચવાના ઉસ્તાદ છે.

રિલીઝ ડેટ અને ટેકનિકલ વિગતો

  • રિલીઝની તારીખોમાં ફેરફાર બાદ હવે 'ભૂત બંગલા' 10 એપ્રિલને બદલે એક અઠવાડિયાના વિલંબ સાથે સિનેમાઘરોમાં આવશે.
  • પેડ પ્રિવ્યૂ: 16 એપ્રિલ, રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે.
  • સેન્સર સર્ટિફિકેટ: CBFC એ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે.
  • સમયગાળો (Runtime): ફિલ્મ 164.52 મિનિટ એટલે કે અંદાજે 2 કલાક 45 મિનિટ લાંબી છે.

બોક્સ ઓફિસની આશાઓ

આ મેગા-પ્રોજેક્ટનું નિર્માણ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ અને અક્ષય કુમારની કેપ ઓફ ગુડ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જે રીતે શરૂઆતી રિવ્યુ મળી રહ્યા છે, તે જોતા બોક્સ ઓફિસ પર રેકોર્ડ-બ્રેકિંગ ઓપનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે. શું આ ફિલ્મ અક્ષય કુમારની કરિયર માટે માઈલસ્ટોન સાબિત થશે? તે જોવું ઈન્ટ્રસ્ટિંગ રહેશે.

આ પણ વાંચો- Sara Arjun OUT! મધુબાલા બાયોપિકમાં આ એક્ટ્રેસની એન્ટ્રી, બોબી દેઓલ સાથે છે ખાસ કનેક્શન!

  • Follow us on: