ભારતીય સિનેમામાં કેટલીક ફિલ્મો એવી હોય છે જેની આતુરતાથી માત્ર ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી રાહ જોતી હોય છે. નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભારતની સૌથી મોટી પૌરાણિક ફિલ્મોમાંની એક "રામાયણ: રાઇઝ ઓફ અ લિજેન્ડ" ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ ફિલ્મ ૫ નવેમ્બરે વિશ્વભરના થિયેટરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.
રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ સ્ક્રીનિંગનું આયોજન!
મીડિયા અહેવાલ મુજબ, ફિલ્મના રિલીઝના દિવસે જ રાષ્ટ્રપતિ ભવનમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં દેશના રાજકીય નેતાઓ અને વિશિષ્ટ મહેમાનો હાજરી આપી શકે છે. મેકર્સ હાલમાં આ ખાસ સ્ક્રીનિંગ માટે જરૂરી સત્તાવાર મંજૂરીઓ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
જટાયુના પાત્રને અવાજ આપશે અનુપમ ખેર
ફિલ્મના પ્રમોશન વચ્ચે નિર્માતાઓએ 'જટાયુ' પાત્રનું નવું પાવરફુલ પોસ્ટર જાહેર કર્યું છે. આ પૌરાણિક પાત્રને બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાનો અવાજ આપશે. રામાયણની કથામાં જટાયુ પોતાની મર્યાદિત શક્તિઓ છતાં રાવણ સામે સીતાજીના રક્ષણ માટે બહાદુરીથી લડે છે, જે ધર્મ અને સત્ય માટેની લડાઈનું પ્રતીક છે.
મજબૂત સ્ટાર કાસ્ટ અને રોલ્સ
આ મલ્ટીસ્ટેરર ફિલ્મમાં ભારતીય સિનેમાના ટોચના કલાકારો જોવા મળશે.
- ભગવાન રામ: રણબીર કપૂર
- માતા સીતા: સાઈ પલ્લવી
- રાવણ: યશ (કેજીએફ ફેમ)
- હનુમાનજી: સની દેઓલ
- લક્ષ્મણ: રવિ દુબે
મેકર્સે ફિલ્મનું શીર્ષક અને દમદાર એક્શન સિક્વન્સ દર્શાવતો એક નવો ટીઝર પ્રોમો પણ રિલીઝ કર્યો છે. આ ફિલ્મ 3D, IMAX અને પ્રીમિયમ સ્ક્રીન્સ પર રિલીઝ થશે.
6 ભાષાઓમાં અને બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ
આ મહાકાવ્ય આધારિત ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. પ્રથમ ભાગ 5 નવેમ્બરના રોજ રિલીઝ થશે. જયારે બીજો ભાગ 2027માં દિવાળીના શુભ અવસરે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ કુલ ૬ ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Mrunal Thakur: 9 મહિના સુધી ઘરે બેસી રહી આ અભિનેત્રી, હવે અલ્લુ અર્જુનની બિગ બજેટ ફિલ્મમાં દેખાશે