બિગ બોસ 19માં તમે નેહલ ચુડાસમાને ચોક્કસ જોઈ હશે. તે મિસ દિવા યુનિવર્સ 2018 રહી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે લાલ જોડામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે.


નેહલ ચુડાસમાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

બિગ બોસ 19 ફેમ નેહલ ચુડાસમાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી, જેના પછી સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો. આ તસવીરોમાં નેહલ લાલ ચટાક જોડામાં જોવા મળી રહી છે.

નેહલ ચુડાસમાએ કર્યા લગ્ન

બિગ બોસ 19 ફેમ અને મિસ દિવા યુનિવર્સ 2018 રહી ચૂકેલી નેહલ ચુડાસમાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, હું હજી પણ આ દિવસને પ્રોસેસ કરી રહી છું. આ તસવીરો જોઈને ફેન્સ હેરાન રહી ગયા.

નેહલનો દુલ્હન લુક

નેહલે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં તે ક્યારેક તૈયાર થઈ રહી છે, તો ક્યારેક એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટ પર કેટલાય લોકોએ લગ્નની શુભેચ્છાઓ પણ આપી. ફેન્સ નેહલને લગ્નના અભિનંદન આપી રહ્યા છે. આ જ કોમેન્ટ્સ વચ્ચે એક એવી કોમેન્ટ આવી, જેણે તેના બોયફ્રેન્ડની ઓળખ દુનિયા સામે લાવી દીધી.


કેવી રીતે ઓળખાયા નેહલના હમસફર?

તો, કોમેન્ટમાં uzcsay નામની એક યુઝરે લખ્યું કે, અમીન ઘેશ્મતી પ્લીઝ આનું ધ્યાન રાખજે, અને નેહલ તું પણ અમીન જીજુનું ધ્યાન રાખજે. આ કોમેન્ટથી નેહલના પતિની ઓળખ જાહેર થઈ ગઈ.

કોણ છે અમીન ઘેશ્મતી (Amin Ghesmati)?

મોહમ્મદ અમીન ઘેશ્મતી એક આંતરરાષ્ટ્રીય ફેશન અને ફિટનેસ મોડલ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ઉદ્યોગસાહસિક છે. તેઓ મુંબઈ સ્થિત 'AGMODELS' નામની મોડલિંગ એજન્સીના ફાઉન્ડર અને સીઈઓ છે.

આ પણ વાંચો-Jennifer Winget અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન કેમ તૂટ્યા હતા? એક્ટરે પોતે જ જણાવી દીધું હતું સાચું કારણ!

  • Follow us on: