કર્લસ ચેનલ પર આવતો સલમાનખાનનો Bigg Boss 19 શો સોશિયલ મીડિયામાં દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ગત સપ્તાહે Bigg Boss 19નો નોમિનેશનના એપિસોડમાં તમામ સ્પર્ધકો વચ્ચે લડાઈ અને એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા. આ શોમાં બે સ્પર્ધક વચ્ચેના ઝગડાએ બબાલ મચાવી છે. કુનિકા અને તાન્યાના ઝગડાએ શોને વધુ રસપ્રદ બનાવ્યો. વાસ્તવમાં ગતસપ્તાહે નોમિનેશનને લઈને સ્પર્ધકોને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો.
શોમાં ઉઠયા સંસ્કાર પર સવાલ
Bigg Boss 19માં સ્પર્ધકોને એક ટાસ્ક અપાયો હતો જેમાં 19 મિનિટ સુધી સ્પર્ધક એકસાથે ગણતરી કરતો હોય ત્યારે ઘરના બાકીના સભ્યો તેનું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરતા હોય છે. અને આ ટાસ્કમાં જ્યારે તાન્યા મિતલનો વારો આવ્યો ત્યારે તેણે 19 માટે ગણતરી શરૂ કરી ત્યારે કુનિકાએ તેના પર પિતાની રાજકુમારી હોવાનો શાબ્દિક પ્રહાર કર્યો. અને આટલેથી ના અટકતા કુનિકાએ તાન્યાના સંસ્કાર પર સવાલ ઉઠાવતા ઘરનો માહોલ વધુ ગરમાયો હતો.













