બોલીવુડમાં ડાન્સર તરીકે લોકપ્રિય થનાર શાંતનુની 'લવ ઇન વિયતનામ' ફિલ્મે રિલીઝ પહેલા જ ઇતિહાસ રચી દીધો છે. 'લવ ઇન વિયતનામ' ફિલ્મમાં કોઈ મોટા કલાકાર ના હોવા છતાં આ ફિલ્મને 10,000 સ્ક્રીન મળી છે. ભારતીય સિનેમામાં આ એવી પ્રથમ ફિલ્મ છે જેને રિલીઝ પહેલા જ આટલી બધી સ્ક્રીન મળી છે. આ ફિલ્મમાં અવીનત કૌર અને એક વિદેશી કલાકાર પણ છે.


'લવ ઇન વિયતનામ'માં બે દેશોની સંસ્કૃતિની ઝલક

ફેમસ ડાન્સર શાંતનુ અને અવીનત કૌરની ફિલ્મ 'લવ ઇન વિયતનામ' 12 સપ્ટેમ્બરના રોજ ભારતમાં રિલીઝ થશે. એક મીડિયા ચેનલ સાથેના ઇન્ટરવ્યુમાં કલાકારો શાંતનુ અને અવનીત કૌરએ ફિલ્મને લઈને ખુલીને વાત કરી. ફિલ્મના સ્ટાર કલાકારોએ કહ્યું કે આ એક રોમેન્ટીક ફિલ્મ છે. જે 1943માં તુર્કી ઉપન્યાસ 'મૈડોના ઇન અ ફર કોટ' પર આધારીત છે. આ ફિલ્મમાં ભારત અને વિયતનામ બંને દેશની સંસ્કૃતિની ઝલક જોવા મળશે સાથે લવ ટ્રાયગંલ પણ છે. જણાવી દઈએ કે શાંતનુએ એક ડાન્સર તરીકે અનેક શોમાં કામ કર્યું છે અને કલાકાર તરીકે આલ્બમમાં પણ શાનદાર અભિનય કર્યો છે. જયારે અવીનત કૌર લાંબા સમયથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.

ફકીરા ગીત થયું લોકપ્રિય

'લવ ઇન વિયતનામ' ફિલ્મનું ફકીરા ગીત ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. જેને લઈને કલાકારોએ કહ્યું કે આ ગીતમાં જૂના સમયની મેલોડી અને અત્યારના સમયના ટ્રેન્ડનો સુંદર સમન્વય જોવા મળ્યો છે. અવનીત કૌર કહે છે કે આ ગીત પ્રેમની પીડાને અભિવ્યક્ત કરે છે. આ ગીત પ્રેમી માટે એક દવા તરીકે કામ કરશે. ફકીરા ગીતમાં સૂફી સંગીતનું મિશ્રણ તમને મનને શાંતિ અપાવશે. શાંતનુએ આ ગીત વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ફકીરા ગીત રિલીઝ પહેલા જ લોકપ્રિય થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ આ ગીત વધુ સુપરહિટ થશે. ગાયક વરુણ જૈને કહ્યું કે આ ગીતમાં સૂફી સંગીતની ઊંડાઈ છે પણ તેમાં આજની લાગણીઓ પણ શામેલ છે. 

  • Follow us on: