સિદ્ધાર્થ મલ્હોત્રા-જાન્હવી કપૂર સ્ટારર ફિલ્મ થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. આવતીકાલે 29 ઓગસ્ટના રોજ પરંમ સુંદરી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરદાર થઈ રહ્યું છે. ગણેશોત્સવના માહોલ વચ્ચે આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. ચાહકો આ ફ્રેશ જોડીને પડદા પર જોવા માટે ઉત્સુક છે. ફિલ્મનું રોમેન્ટિક ગીત 'પરદેસિયા' ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે.


પરમ સુંદરી રિલીઝ પહેલા ટ્રોલ

મુંબઈમાં ગણેશ ચતુર્થીના દિવસે આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સેલેબ્રિટીનો જમાવડો જોવા મળ્યો હતો. દરમિયાન એક ફિલ્મ વિવેચકે પણ આ ફિલ્મ જોઈ તેનો પહેલો રિવ્યૂ પણ શેર કર્યો હતો. ફિલ્મ પંડિતે પરમ સુંદરી ફિલ્મને ચેન્નાઈ એક્સપ્રેસનું મીની વર્જન ગણાવ્યું. સોશિયલ મીડિયામાં પણ કેટલાક યુઝર્સ શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ સાથે સિદ્ધાર્થ અને જ્હાનવી કપૂરની સરખામણી કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે જ્હાનવી કપૂર દિપીકાના પગલે ચાલી રહી છે. યુઝર્સના ટ્રોલિંગને લઈને જ્હાનવી કપૂર વધુ ગુસ્સે થઈ.

જ્હાનવી કપૂરે આપ્યો જોરદાર જવાબ

જ્હાનવી કપૂરે કહ્યું કે ફક્ત સાઉથ ઇન્ડિયન શૈલીમાં બોલવાથી તે કોઈની કોપી કરતી નથી. તેણે ફિલ્મના વિષય મુજબ પાત્રને ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. ચેન્નાઈ એક્સપ્રેસ અને પરમ સુંદરી ફિલ્મ બંને અલગ છે. બેશક, શાહરૂખ ખાન અને દિપીકા એક સુંદર કલાકાર છે. પરંતુ સિદ્ધાર્થ અને મેં આ ફિલ્મમાં અભિનય કરવામાં કોઈ કચાશ રાખી નથી. ફિલ્મ રિલીઝ થતા પહેલા કોઈ તેના વિશે કંઈપણ ના કહી શકી. મને વિશ્વાસ છે પ્રેક્ષકોને અમારી ફિલ્મ જરૂર પસંદ આવશે. પરમ સુંદરીનું દિગ્દર્શન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. આ એક રોમેન્ટીક ફિલ્મમાં ઉત્તર ભારતીય છોકરા અને એક દક્ષિણ ભારતની છોકરીની વાત છે. ફિલ્મ આવતીકાલે થિયેટરમાં રિલીઝ થયા બાદ જ ખ્યાલ આવશે ફિલ્મ સુપર હિટ જશે કે ફલોપ?

  • Follow us on: