કલર્સ ચેનલ પર આવતો બિગ બોસ 19 શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. દર વખતે બિગ બોસ 19 શોમાં વીકેન્ડ કા વારમાં એક સ્પધર્કને બહાર કાઢવામાં આવે છે. સલમાન પોતાના ખાસ અંદાજમાં તમામ સ્પર્ધકો સાથેવાતચીત કરતો હોય છે. ટીવી શોમાં સલમાનને જોવા તેના ફેન્સ ઉત્સુક હોય છે. જ્યારે આ વખતે બિગ બોસ 19 ના વીકેન્ડ કા વાર એપિસોડ સલમાન જોવા મળશે નહીં. શું બિગ બોસ 19માં નવા કલાકારની એન્ટ્રી થશે?
બિગ બોસના ઘરની કમાન કોણ સંભાળશે
બિગ બોસ 19માં વીકેન્ડ કા વારને લઈને શો સોશિયલ મીડિયામાં અફવા બજાર ગરમ છે. સલમાન ખાન આ શો ઉપરાંત 'બેટલ ઓફ ગલવાન' ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યો છે. ત્યારે તેના ફેન્સ પણ આ અફવાથી ચિંતિત છે કે શું ખરેખર દબંગ એકટર ફિલ્મના કારણે શો છોડી દેશે. આ શૂટિંગ મુંબઈની બહાર થવાનું હોવાથી સલમાનખાને પણ બિગ બોસનું ઘર છોડવું પડશે. અત્યારે સલમાનખાન 'બેટલ ઓફ ગલવાન' ના શૂટિંગ માટે લદ્દાખ પહોંચી પણ ગયો છે. ત્યારે હવે બિગ બોસના ઘરની કમાન કોણ સંભાળશે તેને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.













